Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ :  સરહદી-રણ પ્રદેશમાં રાજકિય ગતિવીધીઓ તેજ

07 April



ગઈકાલે ૬ એપ્રીલના જાહેરનામા સાથે વિધીવત ફોર્મ ઉપાડવા-ભરવાની પ્રક્રીયાઓનો આરંભ થવાની સાથે જ રાજકીય હલચલ વધી


ગાંધીધામ : ગુજરાતમાં સત્તાના સેમીફાઈનલ સમાન જંગ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત થવા પામી ગઈ છે. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રીયા ઉમેદવારોની આટોપી લેવાઈ છે અને હવે વિધીવત રીતે જાહેરનામુ પણ ચૂંટણી માટેનુ ઘોષિત થવા પામી ચૂકયુ હોવાથી આજ રાજે તારીખ ૭મી એપ્રીલથી જિલ્લાના આંતરીક બેડામાં ચૂંટણીલક્ષી હલચલનો આશીક માહોલ બને તેવો વર્તારો જોવા મળી રહ્યો છે. કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ધીરે ધીરે બનતો જોવાઈ રહ્યો છે. ગત રોજ ૬ એપ્રિલના ચૂંટણી માટેનુુ વિધીવત જાહેરનામુ પ્રસિદ્ધ થવાની સાથે જ  ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા વિધિવત રીતે શરૂ થવાના પગલે સમગ્ર રણપ્રદેશમાં રાજકીય ગતિવિધિઓનો આંશીક સળવળાટ સર્જાતો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચના જાહેરનામા મુજબ, ૬ એપ્રિલથી ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, મુખ્ય પક્ષ ભાજપ સિવાયના અન્ય પક્ષો અને અપક્ષ ઉમેદવારો શરૂઆતના દિવસોમાં જ ફોર્મ ભરીને પોતાની મજબૂત દાવેદારી નોંધાવવાની ઉતાવળમાં રહેતા હોય છે. જ્યારે સત્તારૂઢ પક્ષ ભાજપ દ્વારા ઉમેદવારોની 
પસંદગીમાં ભારે મંથન ચાલી રહ્યું હોવાથી, તેમના નામોની સત્તાવાર જાહેરાત બાદ જ ફોર્મ ભરવાની પ્રક્રિયા વેગ પકડશે તેવું જણાય છે.
આજ રોજ ૭ એપ્રિલથી ચૂંટણીના માહોલની જમાવટ જામતી જોવાઈ શકે છે. આજ રોજ ૭ એપ્રિલથી કચ્છના દરેક ગામડા અને શહેરોના ચોરે ચૂંટણીની સાચી રંગત જોવા મળશે. રાજકીય વિશ્લેષકોના મતે, આ દિવસથી જ પક્ષોના પ્રચાર રથો અને કાર્યકરો દ્વારા જનસંપર્કની થોડી શરૂઆત”જેવા એંધાણ દેખાવા લાગશે. કચ્છની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ પક્ષોએ અત્યારથી જ પાયાના સ્તરે રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.

Comments

COMMENT / REPLY FROM