Trending News
સ્થાનિક સમાચાર

સમાઘોઘામાં ગોડાઉનની દિવાલ ઓફીસ પર પડતા દબાઈ જવાથી યુવાનનું મોત

07 April



જિંદાલ કંપનીના પ્લાન્ટમાં બનેલી ઘટનાથી કામદારોમાં ભય ફેલાયો : બેદરકારી બાબતે ઉઠયા સવાલો

મુંદરા - કચ્છઉદય : કોઈ પણ જાતના ભૂકંપ કે અન્ય કોઈ ગતિવિધિ વીના મુંદરા તાલુકાના સમાઘોઘા ગામે ગોડાઉનની દિવાલ ઓફીસ પર પડતા ઓફીસમાં દબાઈ જવાના કારણે યુવાનનું મોત થતા અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આ ઘટનાએ તંત્રની બેદરકારી બાબતે પણ સવાલો ઉઠાવ્યા છે.આ બાબતે મુંદરા પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ સમાઘોઘામાં જિંદાલ શો લીમીટેડ કંપનીમાં એસડીપી બે પ્લાન્ટ ખાતે ઘટના બની હતી. પાંચ તારીખે સવારે અગિયાર વાગ્યાના અરસામાં હતભાગી મુળ ઝારખંડના હાલે સમાઘોઘાની વિકાસ પુરમ કોલોનીમાં રહેતા અજયકુમાર જિવાધન મહંતો ઓફીસમાં સુતા હતા ત્યારે ઓફીસની પાછળ આવેલ ગોડાઉનની દિવાલ ઓફીસ પર પડતા દિવાલના કાટમાળમાં દબાઈ જવાના કારણે માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે ર૯ વર્ષિય અજયકુમારનું મોત થયું હતું. આ બનાવને પગલે અરેરાટી ફેલાઈ જવા પામી હતી. દિવાલ કયા કારણોસર પડી તે એક તપાસનો વિષય છે. એક તરફ ગાંધીધામમાં મનપા દ્વારા જોખમી ઈમારતો ઉતારવામાં આવી રહી છે. સમાઘોઘામાં દિવાલ પડવાથી યુવાનનું મોત થયું છે. અન્ય શહેરો અને ગામડાઓમાં તંત્ર હજુ આવી દુર્ઘટના ઘટવાની ઈૃંતેજારી સેવે છે કે કેમ ? તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. 

 

Comments

COMMENT / REPLY FROM