કચ્છમાં માર્ગ અકસ્માતમાં વધુ ચાર માનવ જિંદગી પર પૂર્ણવિરામ મુકાયું
ખીરઈ પાસે છોટાહાથી પલ્ટી જતા આધેડનું મોત, ત્રણ ઘવાયા : તુણામાંં ટ્રકે બાઈકને ઉડાવતા વાડીએ જતા ચાલકનો જીવ ગયો : અંજારના ચાંદ્રોડા પાસે બે ટ્રક ભટકાતા પંજાબના આધેડનું મોત : રતનાલ બાયપાસ વૃક્ષોને પાણી પીવડાવતા ટેન્કરમાં ટ્રક ભટકાતા ચાલકનું મોત
ભુજ - કચ્છઉદય : જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે અલગ અલગ ઘટનાઓમાં વધુ ચાર માનવ જિંદગી પર પૂર્ણ વિરામ મુકાયું હતું. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ રાપર તાલુકાના ખીરઈ પાસે ગોલાઈ પર આવેલ બાપા સીતારામ મઢુલી નજીક છોટાહાથી પલ્ટી મારી ગયો હતો. રાપર પોલીસ સ્ટેશનેથી મળેલી વિગતો મુજબ ફરીયાદી ભીમાસર ચકાસરમાં રહેતા જીતેશભાઈ રામાભાઈ બારોટે જણાવ્યું કે, છોટાહાથી નંબર જી.જે.ર૩ એટી ર૪ર૧ ના ચાલક પશુડાના બંસીલાલ રામજીભાઈ મારાજે પોતાના કબજાની ગાડી પુરઝડપે ચલાવી સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવી પલ્ટી ખવડાવતા તેમાં બેઠેલા ફરીયાદીના પિતાને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત થયું હતું. જયારે રાણીબેન તેમજ અન્ય બે સ્ત્રીઓને ઈજાઓ થઈ હતી. જેથી રાપર પોલીસમાં ગુનો દાખલ કરાવાયો હતો.
આ તરફ અંજાર તાલુકાના તુણા ગામ પાસે બેંક ઓફ બરોડાની સામે રોડ પર અકસ્માતની ઘટના બની હતી. ફરીયાદી વાલજીભાઈ અરજણભાઈ ઝેર (આહીર)ના જણાવ્યા પ્રમાણે ટ્રક નંબર જી.જે. ૩૯ ટીબી ૯૧૯૭ ના ચાલકે પુરઝડપે ગાડી ચલાવી મરણજનાર શંભુભાઈ અરજણભાઈ ઝેર પોતાની વાડીએ બાઈકથી જતા હતા ત્યારે પાછળથી ટક્કર મારી અકસ્માત કરી ઈજાઓ પહોંચાડતા મોત થયું હતું.
જયારે મુંદરા - અંજાર હાઈવે રોડ પર ચાંદ્રોડા ગામના પેટ્રોલ પંપ પાસે શ્રી બાવાસી ભારત પેટ્રોલપંપ નજીક અકસ્માત થયો હતો. ટ્રક નંબર પીબી ૦પ વાય ૭૦૯૦ ફુલસ્પીડમાં ચલાવી આગળ જતી ટ્રકને પાછળથી ભટકાવતા અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું. આ બનાવમાં પંજાબના અમૃતસરના બલકારસિંગ પ્યારાસિંગનું મોત થવા પામ્યું હતું. બનાવ અંગે અંજાર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
દરમ્યાન રતનાલ બાયપાસ હાઈવે પર નિંગાળ - રતનાલ રોડ પર ચુબડક સીમમાં અકસ્માત થયો હતો. રોડ પર વૃક્ષોને પાણી પાવા માટે ટેન્કર ઉભું હતું. જેની પાછળ ટ્રક ઘૂસી જતા ગંભીર ઈજાઓ
કચ્છમાં માર્ગ અકસ્માતમાં
થવાના કારણે ચાલકનો જીવ ગયો હતો. કર્ણાટકમાં રહેતા પ્રદીપ ભીમારાય તાંબેએ પધ્ધર પોલીસમાં જણાવ્યું કે, તેમના સગાભાઈ ર૬ વર્ષિય પ્રવીણ તાંબે ટ્રક નંબર કે.એ. ર૮ એબી ૮૪૯ર લઈને સામખિયાળીથી માંડવી જતા હતા ત્યારે બનાવ સ્થળે રોડની વચ્ચે કોરીડોરમાં ઉગાવેલા વૃક્ષોને પાણી પાવા માટે ઉભું રાખેલ ટેન્કર નંબર જી.જે. રપ યુ પ૩૪૧ ના ઠાઠામાં ટ્રક ઘુસી જતા ચાલકને ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયું હતું.
પાણી પાવા માટે ઉભું રાખેલ ટેન્કરના ચાલકે કોઈ રેડીયમ લગાવ્યા ન હતા., પાર્કિંગ લાઈટ ચાલુ ન રાખી, કોઈ આડસ ન મુકતા બેદરકારી દાખવી હોઈ આ બનાવ બન્યો હતો. જેથી ગુનો દાખલ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ - અંજાર નેશનલ હાઈવે ૧૧૦૦ કરોડના ખર્ચે બન્યો અને કુકમા અને વરસામેડી પાસે ટોલનાકા ચાલુ કરી દેવાયા છે પરંતુ રસ્તામાં જયાં જુઓ ત્યાં ખાડા છે. તાજેતરમાં ખાડા પુરથી વખતે સીંગલ વે રસ્તો કરતા અકસ્માતમાં ભુજના શ્રમજીવી યુવાનનું મોત થયું હતું. જયારે ત્રણથી ચાર લોકો ઘવાયા હતા. જે બાદ હવે રસ્તા પર
વૃક્ષોને પાણી પીવડાવવા માટે ઉભું રાખેલ ટેન્કર યમદુત સાબિત થયું હતું.
આમ તો અકસ્માત થાય છે પરંતુ રસ્તાની જાળવણીના નામે પણ અકસ્માતો થઈ રહ્યા છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે. પરંતુ નેશનલ હાઈવેથી માંડી સબંધીત તંત્રોના સંચાલકો પર ચાર હાથ હોય તેમ જણાઈ આવે છે.
..........

Comments