ટિકિટની કિટકિટ : ભાજપના નવા માપદંડોથી કચ્છના કઈક દિગ્ગજોના શ્વાસ અદ્વર!ઃ ઉચ્ચાટ
પ્રદેશ બાર્ડમાં ગઇકાલે કચ્છનો ’તો વારો !
સેન્સ પ્રક્રીયાઓ સંપન્ન થયા બાદ કાર્યકર્તાઓ-ટીકિટવાંચ્યુકોમાં ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવાર પસંદગી માટે નકકી કરાયેલા સ્પષ્ટ માપદંડથી આંતરીક હડકંપની સ્થિતી
જગદીશ વિશ્વકર્માજીએ પણ કહી દીધુ છે કે મારા નહી-સારા કાર્યકર્તાઓને જ આ વખતે ચૂંટણીમાં ટિકિટ અપાશે, આ ચૂંટણી પાથરણાવાળાઓની છે, પક્ષ માટે જેઓએ પરસેવા રેડયા છે, ભીંતચિત્રો બનાવ્યા છે, ઝંડાઓ લગાવ્યા છે, તેમને ટિકિટમાં પ્રાથમિકતા અપાશે
ગાંધીધામ : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની બ્યુગૂલ વાગી ચૂક્યું છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરતાની સાથે જ આદર્શ આચારસંહિતા પણ લાગૂ થઈ ચુકી છે. એવામાં હવે ચૂંટણીમાં દમખમ દેખાડવા રાજકીય પક્ષોએ પોત-પોતાની તૈયારીઓ પણ કરી લીધી છે. ભાજપે સેન્સ પ્રક્રીયા આટોપી લીધી છે અને પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો પણ મળવાની શરૂ થવા પામી ગઈ છે. કચ્છનો વારો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં . જ બીજીતરફ ભાજપે ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે આ વખતે કડક ધારાધોરણો નક્કી કર્યા છે. સાથે જ એવો પણ નિર્ધાર કર્યો છેકે, જે ઉમેદવાર આ કડક માપદંડો પર ખરો ઉતરશે તેને જ મોકો મળશે, બાકી ભલભલા દિગ્ગજોના પણ આ વખતે પત્તા કપાશે. ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટેના ભાજપના આ નવા નિયમોથી હાલ ચૂંટણી લડવા આતુર બનેલા પક્ષના કાર્યકરો અને આગેવામાં હડકંપ મચી ગયો છે. કચ્છમાં પણ આ જ હલચલ આંતરીક રીતે સર્જાયેલી જોવાઈ રહી છે. બે અને ત્રણ એપ્રીલે કચ્છમાં પણ એકતરફ સેન્સ પ્રક્રીયાઓ આટોપી લેવાઈ છેે ત્યારે બીજીતરફ નવા માપદંડે ટીકિટવાંચ્યુકોની સમસ્યાઓ સાથે ચિંતા વધારી ચૂકી છે.આ મામલે આંતરીક રીતે થતી ચર્ચાઓની વાત કરીએ તો ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપની ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આ બેઠકમાં ઉમેદવાર પસંદગી અંગે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પાર્ટીના ટોચના નેતાઓ અને સંગઠનના જવાબદાર પદાધિકારીઓ હાજર રહ્યા હતા, જ્યાં ચૂંટણી માટેની વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય અને જીતનાર ઉમેદવારોની પસંદગી માટે સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવાનો હતો, જેથી ચૂંટણીમાં વધુ મજબૂત સ્થિતિ ઉભી કરી શકાય.બેઠકમાં ઉમેદવાર પસંદગી માટે કેટલાક સ્પષ્ટ માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. પાર્ટી દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કે એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવે, જે લોકો વચ્ચે લોકપ્રિય હોય અને સ્થાનિક સ્તરે સક્રિય રીતે કામ કરતા હોય. ઉમેદવારની પસંદગીમાં તેના ભૂતકાળના કાર્ય, પ્રદર્શન, અને જનતા સાથેના જોડાણને મહત્વ આપવામાં આવશે. સાથે જ, જીતવાની ક્ષમતા પણ એક મહત્વપૂર્ણ પરિબળ તરીકે માનવામાં આવી રહી છે. સાથે જ સ્થાનિક કક્ષાએ ઉમેદવારની લોકપ્રિયતા, રાજકીય દ્રષ્ટિએ જ્ઞાતિગત સમીકરણો, પક્ષ પ્રત્યેની વફાદારી તેમજ સોશિયલ મીડિયા પર તેના ફોલોઅર્સ સુધીની બાબતોને પણ ઉમેદવારની પસંદગી કરતી વખતે ભાજપ ધ્યાને લેશે. જગદિશ વિશ્વકર્માની આગેવાની વાળી ભાજપની ટીમ ગુજરાતમાં હવે
પર્ફોમન્સવાઈઝ જ કામ થશે. પક્ષની આંતરિક મીટિંગમાં પણ પ્રદેશ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા કહી ચૂક્યા છેકે, ચૂંટણીમાં ઉમેદવારી માટે કોઈની ઓળખાણ નહીં ચાલે. માત્ર તમારું કરેલું કામ જ તમને કામ લાગશે.આ સ્થિતીમાં દાવેદારી તો ઘણાએ રજુ કરી દીધી છે પરંતુ કઈકના પત્તા કપાય તેવી સ્થિતી નવા માપદંડો થકી ઉભી થવા પામી હોવાનુ ચર્ચાય છે. આવામાં ભુજ નપા / ગાંધીધામ મનપઉપરાંતની નગરપાલિકાઓ તથ તાલુકા પંચાયતનોના નામો પરપ્રદેશકક્ષાએ ગઇ કાલે મંથન પુણૅ થઇ ગયું છે હવે આતુરત વધી છે.
...........
શું અસર પડશે આ નિર્ણયોની? આગામી
દિવસોમાં કચ્છની રાજનીતી બનશે રસપ્રદ!
ગાંધીધામ : આ નિર્ણયોથી કચ્છમાં પક્ષમાં સ્પષ્ટતા આવશે અને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનશે. યોગ્ય ઉમેદવાર પસંદ થવાથી ચૂંટણીમાં જીતવાની સંભાવના વધશે. પરંતુ બીજી તરફ, ટિકિટ ન મળતા કેટલાક દાવેદારોમાં અસંતોષ પણ ઉભો થઈ શકે છે. આવી સ્થિતિમાં પાર્ટીને આંતરિક સંતુલન જાળવવું પડકારરૂપ બની શકે છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખતા સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં કચ્છની રાજનીતિ વધુ સક્રિય અને રસપ્રદ બનવાની છે.
.........
આયાતીઓના વધુ આંટાફેરાથી જુના
જોગીઓમાં ફેલાયો ભારોભાર કચવાટ
કેસરીયા બ્રીગેડ નકકી કરેલા માપદંડોમાં વ્હલા-દવલા તો નહી થાયને, વ્હાલાઓને માટે છુટછાટ અને દવલાઓને માપદંડોથી કાપી દેવાઃ કાર્યકર્તાઓમાં જામી ચર્ચા
ગાંધીધામ : ભાજપ દ્વારા આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં નવા માપદંડો નકકી કરવામાં આવ્યા છે અને તેના આધારે ટિકીટો અપાશે તેવા દાવાઓ થઈ રહ્યા છે ત્યારે બીજીતરફ સેન્સ પ્રક્રીયાને લઈને જુના જોગીઓ જેમની ટિકિટો કપાવવાની છે તેવાઓમાં કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. માપદંડને લઈને ચર્ચા થાય છે કે તે વ્હાલા દવલા તો નહી થાય ને. ? વ્હાલાઓને માપદંડમાં છુટછાટ અને દવલાઓને માપદંડ બતાવીને કાપી નાખવા તેવુ તો નહી બને ને? આ ઉપરાંત સેન્સ વખતે આયાતીઓના હાથમાં પણ ફોર્મ હોવાની વધુ સખ્યા દેવાતા પણ જુના જોગીઓમાં કચવાટની લાગણીઓ સામે આવી હતી.
.........
સોશ્યલ મીડીયા ફોલોઅર્સની સંખ્યા પણ
ટિકિટ વાંચ્યુકો માટે બનશે પડકાર
ગાંધીધામ : ઉલ્લેખનીય છેકે, ભાજપ દ્વારા છેલ્લા પાંચ વર્ષ થી સરલ એપ્લીકેશન અને નમો એપ્લિકેશન પર ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. સરલ એપમાં સક્રિય સભ્ય થી લઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને ફોલોઅર્સની વિગત, બુથ નંબર, વિધાનસભા સહિતની વિગત હોવાથી કચ્છના પણ તમામ ઉમેદવારોના ડેટા ડિજિટલ રીતે પ્રદેશ ભાજપ ચકાસણી કરશે. એવી પણ માહિતી સામે આવી છેકે, ભાજપ દ્વારા આ વખતે ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારોની સોશિયલ મીડિયા પ્રોફાઈલની વિગતો પણ ખાસ મંગાવવામાં આવી છે. ઉમેદવારી માટે ઈચ્છા ધરાવતા વ્યક્તિના પરિચય પત્ર(ફોર્મ)માં સોશ્યલ મીડિયા એકાઉન્ટની વિગતો માંગવામાં આવી છે. જેમાં કેટલા ફોલોઅર્સ છે તેની પણ વિગત લખવી ફરજિયાત રાખવામાં આવી છે.
..........
યુવા અને મહિલાઓને મળશે તક
ગાંધીધામ : ભાજપ આ વખતે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાંપાર્ટી વધુ યુવા નેતાઓ અને મહિલાઓને તક આપે. ભાજપ આગામી ચૂંટણીમાં નવા ચહેરાઓને આગળ લાવવા માટે પ્રયત્નશીલ છે. આ સાથે જ, સામાજિક સમીકરણને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વર્ગોના પ્રતિનિધિત્વને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. આ
પગલું પાર્ટીની વિસ્તૃત સ્વીકાર્યતા વધારવામાં મદદરૂપ બની શકે છે.
..........
આંતરિક સમન્વય અને સંગઠન મજબૂત બનાવવા પર ભાર
ગાંધીધામ : ચૂંટણી પહેલાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આંતરિક સમન્વય પર ભાજપ ભાર મુકવા માંગે છે. પાર્ટી નેતાઓએ કાર્યકરોને એકતા જાળવી રાખવા અને મતદારો સુધી પહોંચ વધારવા માટે પણ તાકીદ કરી છે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ પણ કોઈપણ પ્રકારે કાચુ ના કપાય તેની પુરતી તકેદારી રાખી રહ્યું છે.
..........

Comments