Trending News
સ્થાનિક સમાચાર

જખૌમાં વર્ષ પહેલા પકડાયેલા ૧૯ કરોડના ડ્રગ્સ મામલે  ફરી એક વખત ચોપડા પર ‘અજાણ્યા’ સામે ફરિયાદ

05 April


ડ્રગ્સનો નાશ કરવા માટે ચોપડા પર વર્ષો જુના મામલા એક બાદ એક દાખલ કરાઈ રહ્યા છે : માલ કયાંથી આવે છે તે સહિતની દિશામાં આજ દિન સુધી કોઈ નક્કર તપાસ થઈ નથી 

ભુજ - કચ્છઉદય : ઉનાળાનો પૂર્ણ થવાનો સમય અને ચોમાસાના આગમન વેળાએ કચ્છના માંડવી, અબડાસાનો દરિયો ડ્રગ્સ માટે લેન્ડીંગ પોઈન્ટ હોય તેમ કરોડોની કિંમતના ડ્રગ્સના પેકેટ તણાઈને કિનારા પર આવે છે. અલગ અલગ એજન્સીઓ આ પેકેટ શોધે છે. 
છેલ્લા ૪થી પ વર્ષથી આ સીલસીલો યથાવત રહ્યો છે, પરંતુ આ માલ કયાંથી આવે છે તે સાબિત થઈ શક્યું નથી. માત્ર અનુમાન લગાવાયું છે કે, ડ્રગ્સ માફિયાઓ સામે પારથી બોટમાં પેકેટ લઈને નિકળે અને દરિયામાં એજન્સીને જોઈને પેકેટ દરિયામાં ફેકી દે છે. વર્ષો સુધી આ પેકેટ દરિયામાં રહે છતાં તેમાં રહેલા ડ્રગ્સને નુકશાન થતું નથી. કારણ કે, મજબૂત રીતે પેકીંગ કરવામાં આવે છે. અને માંડવી, અબડાસાનો દરિયો ઢાળવાળો હોવાથી દરિયામાં કોઈ પણ વસ્તુ ફેકાય તો કુદરતી રચના મુજબ તે તણાઈને કિનારા પર આવી જ જાય છે, જેથી ગુજરાતના અન્ય દરિયા કિનારા કરતાં જખૌ, સુથરી, પિંગલેશ્વર સહિતના વિસ્તારોમાં પેકેટ મળવાની સંભાવના વધારે હોય છે. ગત ૩૧-પ-ર૦ર૩થી ૧૮-૪-ર૦ર૪ દરમિયાન જખૌ પોલીસ સ્ટેશનના દરિયાઈ વિસ્તારમાં ૮૩.૬૭ કિલો હેરોઈન અને ચરસના પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ૧૮,પ૮,ર૯,૧૦૦ આંકવામાં આવી છે. જયારે ગત તા. ૪-પ-ર૦રપથી ૭-૭-ર૦રપ દરમિયાન જખૌ પોલીસ સ્ટેશનના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના ર૦.પ૪૬ કિલોના ૪૪,૦પ,૩પ૦નો મુદામાલ મળી આવ્યો હતો. જખૌ પોલીસ સ્ટેશનમાં આ બાબતે હવે ફરિયાદ નોંધવામાં આવી છે. માદક પદાર્થ ચરસનો જથ્થો મંગાવનાર તથા ગેરકાયદે હેરફેર કરનાર અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, નિયમ પ્રમાણે ડ્રગ્સનો નાશ કરવાનો હોવાથી પોલીસ ફરિયાદ કરવામાં આવતી હોય છે.



 

Comments

COMMENT / REPLY FROM