મુન્દ્રા તાલુકાના સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રથમ વખત એતિહાસિક સ્નેહમિલનનું આયોજન
ભુજ - કચ્છઉદય : મુન્દ્રા શહેર અને તાલુકાના સમસ્ત જૈન સમાજ દ્વારા પ્રથમ વખત એતિહાસિક સ્નેહમિલનનું આયોજન કરાયું છે. આવતીકાલે મુન્દ્રામાં યોજાનારા તાલુકાના આ પ્રકારના સંભવતઃ પ્રથમ મહોત્સવમાં સમગ્ર તાલુકા સાથે જિલ્લાના વિવિધ સામાજિક, રાજકીય સાથે જૈન સમાજના તમામ સંપ્રદાયના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહેશે .
મુંદ્રા શહેર અને તાલુકા સમસ્ત જૈન સમાજને જોડતા આ તા.૫ -૪-૨૬ના રવિવારે સાંજે ૫થી ૯ઃ૩૦ દરમિયાન નાના કપાયા (તા. મુન્દ્રા), શક્તિનગર, ઝીરો પોઈન્ટ નજીક સુરભી ગાર્ડનમાં યોજાનારા સમારોહના પ્રમુખપદે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા ખાસ ઉપસ્થિત રહેશે. એતિહાસિક અવસરના અમુલ્ય દાતા તરીકે અનશન વ્રતધારી સમાજરત્ન તારાચંદભાઈ જગશી છેડા (પરિવાર) હસ્તે. હંસાબેન તારાચંદભાઈ છેડા (કાંડાગરા - હાલે ભુજ)નો સહયોગ મળ્યો છે. જયારે અવસરના સવિશેષ દાતા તરીકે છાયાબેન વસંતભાઈ ડુંગરશી છેડા પરિવાર (રતાડીયા. ગ.), ભાનુમતીબેન માવજીભાઈ મોરારજી દેઢીયા પરિવાર (મોટા કપાયા), દિનેશકુમાર કાંતીલાલ મહેતા (ચુનરી મોલ પરિવાર - થરાદવાલા)નો અને અવસરના વિશેષ દાતા પદે પરીનભાઈ દીલીપભાઈ ગાલા - સાડાઉ (મહાવીર ગ્રુપ), કરમશી વાઘજી ધરોડ પરિવાર (વાંકી)નો સહયોગ મળ્યો છે.
આ પ્રસંગે સવિશેષ અતિથિ તરીકે શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંત્ર, ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રિ અનિરૂદ્ધભાઈ દવે, સાંસદ વિનોદભાઈ ચાવડા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, ઉદ્યોગપતિ રાજેશભાઈ કુબડીયા, સામાજિક અગ્રણી કોમલભાઈ છેડા, અમુલ્ય અતિથિઓ તરીકે રક્ષિતભાઈ શાહ (સી.ઈ.ઓ. અદાણી પોર્ટ મુન્દ્રા), શાંતીભાઈ મારૂ (સુવિધા ગ્રુપ - ડેપા), મહેન્દ્રભાઈ સંગોઈ (અહિંસાધામ - પ્રાગપુર), મહેશભાઈ પુંજ (પ્રમુખ, ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ), કિશોરભાઈ સાવલા (ઉદ્યોગપતિ - વડાલા), ભોગીલાલભાઈ મહેતા (અરિહંત ગ્રુપ - મુંદરા), રાહુલભાઈ સાવલા (પ્રમુખ, બેરાજા જૈન મહાજન), જીતેન્દ્રભાઈ શાહ (હેડ. કોસમોસ બેંક સમસ્ત ગુજરાત), શાંતિલાલભાઈ સાવલા (ચાર્લી ચીકી ગ્રુપ - રામાણીયા), અનિલભાઈ ખોના (એકટીવ કાર્ગો ગ્રુપ - હાલે ગાંધીધામ), બાબુભાઈ મેઘજી શાહ (પુર્વ નાણાંમંત્રી ગુજરાત સરકાર), પંકજભાઈ મહેતા (પુર્વ ધારાસભ્ય રાપર), મુકેશભાઈ ઝવેરી (પુર્વ ધારાસભ્ય ભુજ) ઉપસ્થિત રહેશે. ભાજપ મહામંત્રી હિતેશભાઈ હિંમતલાલભાઈ ખંડોલ, ઉપપ્રમુખ રેશ્માબેન જીતુભાઈ ઝવેરીનું વિશેષ સન્માન કરાશે. કાર્યક્રમમાં સંગીત કાર્યક્રમ નીશાબેન સંઘવી અને સાથી કલાકાર રજૂ કરશે. જ્યારે કાર્યક્રમનું સુત્ર સંચાલન ધીરજભાઈ માવજી છેડા (એકલવીર-ડેપા) સંભાળશે.
----

Comments