Trending News
સ્થાનિક સમાચાર

આધોઈ સોપારી કાંડ : કાસેઝના કસ્ટમના લાપરવાહો સામે કસાતો ગાળીયોઃ ડયુટી પરના પીઓનો ચડશે તપેલો..!

04 April



કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રીની સાયબર ક્રાઈમ ટીમે કાસેઝ કસ્ટમને જરૂરી આધારો સોંપ્યા બાદ ધાક બેસાડતી કાર્યવાહી શરૂ થવાનું દેખાતું કાઉન્ટડાઉન

વાહન કાસેઝમાથી જ બહાર નીકળ્યુ હતુ, ઝડપાયેલ આનંદસિંગના સ્ટેટમેન્ટમાં કલીયર ઉલ્લેખ હોવાની ચર્ચા : જે બાદ હવે કાસેઝ પ્રશાસન તરફથી ચુક કરનારાઓ સામે કાર્યવાહી શરૂ થવાની ગણાતી ઘડીઓ


ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજીશ્રી ચિરાગ કોરડીયાની ટીમ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા થોડા સમય પહેલા જ આધારપુરાવા વિનાનો અને શંકાસ્પદ સોપારીનો દોઢ કરોડનો જથ્થો ઝડપી પાડયો હતો. સાયબર ક્રાઈમ પોલસે આ કેસમા જાગૃતી દાખવી તપાસ હાથ ધરતા તેમાં સંડોવાયેલા સાત જેટલા શખ્સોને પણ દબોચી લીધા હતા અને તે બાદ આ સોપારીનો જથ્થો કાસેઝ એટલે કે કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાથી જ નીકળ્યો હોવાનુ સામે આવતા કેસની ગંભીરતાઓ પણ વધી જવા પામી હતી.
આ સમગ્ર કેસમાં પોલીસની સાથે સંકળલન કર્યા બાદ કાસેઝના ઈન્ચાર્જ ડીસીશ્રી પાટીલ દ્વારા પણ કડક કાર્યવાહી કરવા અને ઝોનમાં આ રીતે ભ્રષ્ટ રીતીનીતીઓ આચરનારાઓ તથા સરકારની રેવેન્યુને નુકસાન પહોચાડતા તત્વોની સામે તપાસ કરવા માટે બે જેડીસીનો સમાવેશ કરી અને ખાસ વિજિલન્સ કમીટીની રચના કરી છે. આ કમીટી દ્વારા પોલીસ પાસેથી આરોપીઓના નિવેદનો સહીતના દસ્તાવજો માંગ્યા હતા અને તે હવે મળી ગયા હોવાનુ મનાય છે.ે જેમાં ખાસ કરીને આનંદ સીંગના નિવેદનમાં કબુલાત સામે આવી હોવાનુ મનાય છે કે, આ કન્ટેઈનર કાસેઝમાથી જ બહાર નીકળ્યુ હતુ. હવે ગંભીરતા આ કેસની ઓર વધી જાય છે. કારણ કે કાસેઝમાથી આ રીતે કન્ટેઈનર નીકળી જવુ તે કોઈ નાની સુની વાત ન કહેવાય. આ પ્રકરણમાં હવે ટુંક જ સમયમાં જેના સમયકાળમાં ગેટ પરથી આ કન્ટેઈનર નીકળ્યુ હતુ તેની સામે લાલઆંખ કરતી કાર્યવાહી થવાની ઘડીઓ ગણાી રહી છે. સબંધિત પીઓનો તપેલો ચડી જાય તેમ દર્શાય છે. જો કે, જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, આટલુ મોટુ કન્સાઈનમેન્ટ કોઈ એકાદ પીઓથી પાર પડી ન શકે? તેની પાછળ કોઈ મોટુ નેકસસ હોય તો જ પાર પડે? એટલે એકાદ નાના પીઓ કક્ષાના અધિકારીની સામે કાર્યવાહી કરવાના બદલે તેની પાછળ રહેલા અન્ય ભ્રષ્ટ તત્વો સુધી કાર્યવાહી થાય તે વધારે ઈચ્છનીય કહેવાય છે.


......................


સાયબર ક્રાઈમ પણ કાનપુરની લટાર
બાદની કાર્યવાહી બાબતે કેમ છે મૌન?

સોપારી કાંડનો મુખ્ય સુત્રધાર, કાસેઝનો યુનિટ ધારક રાજેશ હાથે ચડયો કે નહી? ઉપરાંત રાજા નામના શખ્સનો કોઈ અત્તોપત્તો કેમ નથી લાગતો? રેકર્ડ પર આ બાબતે હજુ સુધી પોલીસ કેમ કોઈ ખુલાસા કરતી નથી દેખાતી?


ગાંધીધામ : આધોઈના સોપારી કાંડમાં દોઢ કરોડનો જથ્થો અને સાતેક જેટલા આરોપીઓ ઝડપયા બાદ તેના મુળીયા ઉલેચવાની દીશામાં ઘનિષ્ઠ કાર્યવાહી થવી અથવા તો તપાસ એક યા બીજી રીતે ઢીલી થઈ રહી હોવાનો વર્તારો જોવાય છે. જાણકારો અહી સવાલ કરી રહ્યા છે કે, આ પ્રકરણનો રેલો કાસેઝ સુધી લંબાયા બાદ તપાસનીશ પોલીસે એક ટીમ કાનપુર-યુપી સુધી ગઈ હતી તો ત્યાથી શું લાવી છે? કોઈ તહેોમતદાર હાથ લાગ્યો છે કે કેમ? યુનિટધારક રાજેશ મુળ યુપી-કાનપુરનો હોવાનુ મનાય છે. શું પોલીસે તેને દબોચી લીધો છે? આ ઉપરાંત ઝોનની જ અન્ય કંપનીના રાજા નામના શખ્સનુ નામ પણ શરૂઆતથી ફરીયાદમાં આવ્યુ હતુ. તો આ રાજાનું શું થયુ? રાજા નામના ફોલ્ડરીયાને પોલીસ કેમ પકડતી નથી? અથવા તો તેનો કેમ હજુ સુધી કોઈ જ અત્તોપત્તો પણ મળવા પામતો નથી?


.............................

સબંધિત યુનિટને ઝોન ડીસીએ કલોઝર 
નોટીસ જ ફટકારી દેવી જોઈએ..!


ગાંધીધામ : કાસેઝમાથી સોપારી દાણચોરીયુકત બહાર નીકળી છે તેવુ તો ફલિત થઈ જ ગયુ છે. હવે આ દાણચોરીયુકત સોપારી કયા યુનિટમાથી નીકળી છે તે તરફ પણ અંગુલીનિર્દેશ સામે આવવા પામી ગયો છે ત્યારે ઝોન પ્રશાસને હવે વિના વિલંબે કલોઝર નોટીસ ફટકારવી જોઈઅ. આવા યુનિટધારકને ન માત્ર યુનિટ બંધ કરાવવા જોઈએ બલ્કે તે તેના નામે સીધા કે પરોક્ષ ઝોનમાં યુનિટ જ ન લઈ શકે તે રીતે બ્લેકલીસ્ટ કરવાની કડક કાર્યવાહી કરવી ઘટે.

.................

ઝોન તપાસ કરાવશે તો ૧ નહી
રપ કન્ટેઈનર નીકળ્યાનું ખુલશે

યુનિટ અને ગેટના સોફટવેરથી ઝોન પ્રશાસન અથવા વિજિલન્સની ટુકડીએ ડેટા કરવો જોઈએક ક્રોસ ચેક, તો ઘણુ આવશે બહાર


ગાંધીધામ : કચ્છ બોર્ડર રેન્જ આઈજીની સાયબર સેલની ટુકડીએ કસ્ટમ ઝોનને જરૂરી દસ્તાવેજો સોપી દીધા છે ત્યારે હવે અહીથી નીકળેલુ કન્ટેઈનર હકીકતમાં એક જ હતુ કે તેથી વધારે? કહેવાય છે કે આવા ૧ નહી રપ જેટલા કન્ટેઈનરો આ પહેલા નીકળી જવા પામ્ય છે તો એ કેવી રીતે નીકળી ગયા? યુનિટ-ઝડપાયેલ કન્ટેઈનર અને ગેટ પરના સોફટવેરના ડેટાને ક્રોસ ચેક કરવા જોઈએ, જો રચાયેલી વિજિલન્સ આ તપાસ કરશે તો આપોઆપ ડીફરન્સ સામે આવવા પામી જશે અને જે કોઈ પણ આવા કન્ટેઈનરો નીકળ્યા હોય તે કોના કોના સમયકાળમાં નીકળી ગયા છે? તેમા સૌથી વધારે કોની ડયુટી ગેટ પર બોલતી હતી? કયા પીઓ તે સમય ફજર પર હાજર મળી રહ્યા છે? એટલુ માત્ર જ નહી પણ આ કન્ટેનરો નીકળી રહ્યા છે તે વખતે અન્ય કયા કયા પીઓની ગેટ પર હાજરી બોલી રહી છે? તેનું કારણ શું હતુ? તે સહિતના કડક પુછાણા ઝોન ડીસીએ લેવા જોઈએ તો અને તો જ આવા કન્ટેઈનરો ઝોનથી બહાર પગ કરતા અટકશે?

Comments

COMMENT / REPLY FROM