Trending News
સ્થાનિક સમાચાર

રાપર તાલુકા કોંગ્રેસ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે મહત્વની બેઠક યોજાઈ

03 April




રાપર - કચ્છઉદય : રાપર શહેર મધ્યે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી ચૂંટણી જીતવા માટેની ખાસ વ્યૂહરચના, પક્ષના સંગઠનને પાયાના સ્તરેથી મજબૂત બનાવવાના મુદ્દાઓ તેમજ જનસંપર્ક અભિયાનને વેગ આપવા અંગે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી ભચુભાઈ આરેઠીયાએ કાર્યકરોને સંબોધતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ મજબૂતાઈથી મેદાનમાં ઉતરશે અને જનતાનો ભરોસો જીતશે. રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે પક્ષ દ્વારા લોકોને સાથે રાખીને મજબૂત લડત આપવાની પૂરી તૈયારી કરી લેવામાં આવી છે. જ્યારે રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડએ તમામ કાર્યકરોને એકજૂટ થઈને ચૂંટણી લડી સફળતા મેળવવા આહવાન કર્યું હતું.
આ બેઠકમાં કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રીઓ બાબુભાઈ ચૌધરી, પરબતભાઈ કારા, વિનોદભાઈ ઠાકોર અને રમઝુભાઈ રાઉમા તેમજ પૂર્વ મહામંત્રી વસંતભાઈ મહેશ્વરી ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા કોંગ્રેસના મહામંત્રી કરશનભાઈ મણવર, મંત્રીઓ વાલાભાઈ ઢીલા, સુખુભા જાડેજા, દયાલભાઈ ઠાકોર, દિનેશભાઈ ગોહિલ, ડાયાભાઈ મકવાણા, બબાભાઈ ઉમટ, પૃથ્વીસિંહ વાઘેલા, હરજીભાઈ કોલી સહિત જશુભા જાડેજા, રાજાભાઈ ગજોરા અને બહોળી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આગામી ચૂંટણી જંગ માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
---------- 

Comments

COMMENT / REPLY FROM