બાલાસર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ડી. આર. ગઢવીને અપાયો આવકાર
ભચાઉ - કચ્છઉદય : બાલાસર પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન પોતાની કડક અને નિષ્ઠાવાન છાપ છોડનારા જાંબાઝ પીએસઆઈ દીલુભા આર. ગઢવીની પુનઃ નિમણૂક થતા સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અગાઉના કાર્યકાળમાં તેમણે જે રીતે અસામાજિક તત્વોને નાથ્યા હતા તેની ધાક આજે પણ જીવંત હોવાથી, તેમના પુનરાગમનના સમાચાર માત્રથી જ બુટલેગરો અને માથાભારે તત્વોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. તેમના ભયથી અનેક અસામાજિક તત્વોએ વિસ્તાર છોડીને પલાયન કરી દીધું છે, જેના કારણે સમગ્ર પંથકમાં સુરક્ષાનો નવો વિશ્વાસ જાગ્યો છે અને કાયદાનું શાસન ફરી મજબૂત બનશે તેવી લોકચર્ચા જાગી છે. પીએસઆઈ ગઢવીની આ બીજી ઇનિંગને સફળ ગણાવતા જાટાવાડા, શીરાનીવાંઢ, બાલાસર, બેલા અને દેશલપર ગામના સરપંચશ્રીઓ સહિત રાપર તાલુકા ભાજપ ઉપપ્રમુખ અને વિવિધ સામાજિક આગેવાનોએ તેમને અભિનંદન પાઠવી આવકાર આપ્યો હતો.
-----------

Comments