Trending News
સ્થાનિક સમાચાર

મુંદરા તાલુકા માટે ભાજપમાંથી ટિકિટ મેળવવા ધસારો

03 April


અંજાર ખાતે પ્રદેશ નિરિક્ષકોએ લીધા સેન્સ : તાલુકા-જિલ્લા પંચાયતોની બેઠકો પર દાવેદારી કરવા ઉમેદવારો ઉમટયા


ગાંધીધામ : રાજય સહિત કચ્છમાં  પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ ખરાખરીનો જામ્યો છે, જેમાં ખાસ કરીને સત્તાધારી ભાજપના ‘કમળ’ના પ્રતિક પર ચૂંટણી લડવા માટે દાવેદારોનો 
અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કર્યા બાદ ચૂંટણીનું રણશિંગુ ફૂંકાતા જ ભાજપે પૂરજોશમાં મૂરતિયાઓની શોધખોળ આદરી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે કચ્છમાં પણ ભાજપ દ્વારા ભુજ અને અંજાર મધ્યે ગત રોજથી ઉમેદવારોને સાંભળવાની પ્રક્રીયા હાથ ધરવામા આવી છે. આજ રોજ અંજાર મિસ્ત્રી સમાજવાડી મધ્યે મુંદરા તાલુકાની જિલ્લા પંચાયતો તથા તાલુકા પંચાયતોની બેઠકો પર સંભવત ઉમેદવારોને સાંભળવાનો વ્યાયામ પ્રદેશ નિરિક્ષકશ્રીઓ હીરેનભાઈ હિરપરા, જયરાજસિહ પરમાર, શ્રદ્વાબેન રાજપૂત દ્વારા હાથ ધરવામા આવ્યો છે. ગુર્જર ક્ષત્રિય મિસ્ત્રી સમાજવાડી ખાતે નિરીક્ષકોની 
ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો હતો, જ્યાં દાવેદારોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.મુંદરા તાલુકા મંડળના પ્રમુખ, મહામંત્રીઓ, પ્રભારી, સહ-પ્રભારીઓ તેમજ જિલ્લા અને પ્રદેશ મોરચાના હોદ્દેદારોની હાજરીમાં સવારથી જ નિરીક્ષકોએ દાવેદારોને સાંભળવાનું શરૂ કર્યું હતું.  ફલજીભાઈ ચૌધરી, ગોપાલભાઈ આહીર,  ચેતન ઝાલા, ભરતભાઈ આહીર,  વિવેકભાઈ ૈ ગોસ્વામી,  સુમિતભાઈ 
પ્રજાપતિ,  , રાહુલ ગૌર, હિતેનવ્યાશ, ડેનીભાઈ શાહ, જીગર છેડા,  અલ્પેશ દરજી,  પ્રણવ જોશી ,  મિલન લોઢા,  શૈલ માણેક, વસંતભાઈ કોડરાણી, બી એન આહીર , કાનજીભાઈ આહીર ઉપસ્થીત રહયા હતા.

Comments

COMMENT / REPLY FROM