Trending News
સ્થાનિક સમાચાર

અબડાસાની જિલ્લા-તાલુકા પંચાયત બેઠકો  માટે ભાજપમાં ૮૮ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી

03 April



જિલ્લા પંચાયતની ૩ બેઠક માટે ર૧ અને તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે ૬૭ ઉમેદવારોએ ચુંટણી લડવા ઈચ્છા દર્શાવી



નલિયા : પ્રદેશ ભાજપ દ્વારા વિવિધ જીલ્લાઓમાં ભાજપ પક્ષ વતી ચુંટણી લડવા માંગતા કાર્યકરો પાસેથી સેન્સ લેવા ગઈકાલે કચ્છ કમલમ ખાતે મળેલી પ્રક્રિયામાં અબડાસાની ૩ જી.પં. અને ૧૮ તા.પં. બેઠકો માટે દાવો નોંધાવ્યો હતો. અબડાસા તાલુકાની ૩ જીલ્લા પંચાયત બેઠકો પૈકી નલીયા જીલ્લા પંચાયત બેઠક માટે ૧ર દાવોદારોએ, વાયોર જીલ્લા પંચાયત બેઠક માટે ૪ દાવેદારોએ અને મોથાળા જીલ્લા પંચાયત બેઠક માટે પ દાવેદારોએ પોતાનો દાવો રજુ કર્યો હતોે. તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે ૬૭ કાર્યકરોએ ભાજપની ટીકીટ માંગી હતી.આમ જીલ્લા પંચાયતની ૩ બેઠકોના ર૧ અને તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટ ૬૭ કાર્યકરો મળી કુલ્લ ૮૮ કાર્યકરોએ પોતાનો દાવો ગઈકાલે રજુ કર્યો હતો.જેની પેનલની યાદી બનાવવાની પ્રક્રિયા બાદ કોને ટીકીટ મળશે તે અંગે ઉત્કંઠા જાગી છે.

Comments

COMMENT / REPLY FROM