કચ્છની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામ મનપામાં ટિકિટ મેળવવા પડાપડી
ગાંધીધામ મનપામાં દાવેદારી કરવા માટે ગત રોજ સાંજ સુધીમાં અંદાજીત ૪રર જેટલા ફોર્મ ઉપડયા : આજે સવારે વોર્ડ ૧થી સંભવત ઉમેદવારોને સાંભળવાની પ્રક્રીયા થઈ શરુ : મોડી સાંજ સુધી ચાલી શકે છે સેન્સ પ્રક્રીયા
મિ.નટવરલાલ- બની બેઠલા ગૌભકત-ગાયમાતાના નામે ચરી ખાતો દબાણકાર ડોન જેવા તત્વો પણ સેન્સ પ્રક્રીયામાં વગદાર લોકોની આગળ પાછળ થતા દેખાતા ઉપસ્થિતીમાં બન્યા ફિટકારનું કારણ : ચૂંટણીલક્ષી મેંઢકની જેમ નીકળી પડતા આવા તત્વોને ભાજપ જેવો સનિષ્ઠ પક્ષ કયારે પણ મેન્ડેટ આપતો જ નથી, છતા ચૂંટણી આવી એટલે ચુંટણીલક્ષી દેડકાની જેમ મિ.નટરવાલલ-બની બેઠેલ ગૌભકત ડ્રાંઉ ડ્રાંઉ કરતા દોડી આવે છે..! : મિ.નટવરલાલ તો ઉઘરાણાખોરીમાં જ પડયો હોય છે વ્યસ્ત, વેપારીઓના હિતના નામે નાટકો કરી અને ખુદના જ ગજવા ગરમ કરતો રહ્યો છે , આ મિ.નટવરલાલે તો પોતાની બહેન-દિકરીઓને પણ ઉઘરાણા કરવામાં નથી રાખ્યા બાકી, સેન્સ પ્રક્રીયામાં આગેવાનોની આસપાસ લટકા કરીને શું સાબિત કરવા માંગે છે આ નટવરલાલ..! : ગાંધીધામ સંકુલ, સનિષ્ઠ વેપારી આલમ અને પ્રજાજનો આ નટવરલાલના નાટકો સારી રીે જાણે છે, પક્ષના નિરિક્ષકોએ પણ નટવરલાલ જેવાને આપી દીધો છે જાકારા, મિ.નટરવાલલે નિરિક્ષકો પાસે અંદર જવાનો કર્યો પ્રયાસ, પરંતુ સ્થાનિક આગેવાનો ઓળખતા હોવાથી બહારનો જ દેખાડી દીધો રસ્તો. : તો વળી બની બેઠેલ ગૌભકત પણ અબોલજીવો-ગાયોના નામે ખુદના ધંધાઓ જ કરતો રહ્યો છે બેફામ, ગાયોને કત્લખાને જતી બચાવવાના નામે તોડ કરવામાં પણ આ બની બુેઠેલ ગૌભકતના અનેકવખત નામો આવી ચૂકયા છે ચર્ચામાં, તો વળી અબોલ જીવોના નામે કરોડોની કિંમતી જમીનો પર પણ ગેરકાયદેસ અડીંગો જમાવીને બની બેઠલ ગૌભકત શખ્સ બેઠો હોવાની છે ચર્ચા : શું ભાજપ પક્ષ પાસે પ્રમાણિક-સનિષ્ઠ છબી ધરાવતા કાર્યકર્તાઓ બીજા નહી હોય..કે આવા લેભાગુઓને ઉમેદવારીની તક આપી દેશે? : ઉપસ્થિતીમાં ઉઠતા સવાલો
અમુક તો કોંગ્રેસીઓને પણ બોલાવી રહ્યા હોવાની છે ચર્ચા : ફોર્મ તો ભરી જાવ, જેને ટીકિટ મળવાની નથી તેવા લોકો ફોન કરી કરીને કરી રહ્યા છે આવા ગતકડાંઓ.!
ગાંધીધામ : કચ્છની પ્રથમ મહાનગરપાલીકા ગાંધીધામમાં આગામી ર૬મી એપ્રીલના રોજ ચૂંટણી યોજાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ચૂકી છે ત્યારે મતદાનની તારીખની જાહેરાત થતાની સાથે જ ટિકિટ મેળવવા સંભવત ઉમેદવારોમાં પણ અનેરા ઉત્સાહનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.
ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રીયાનો ગત રોજથી કચ્છમાં પણ આરંભ થવા પામી ગયો છે. ભુજ કમલમ કાર્યાલય તથા અંજાર મિસ્ત્રી વાડી પર ગત રોજ વિવિધ તાલુકા-નગરપાલિકા-જિલ્લા પંચાયતોના સેન્સ લેવાયા બાદ આજે પણ અહી સેન્સની પ્રક્રીયા ચાલી રહી છે તો બીજીતરફ કચ્છની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામ મનપા ખાતે પણ ઉમેદવારો માટે સેન્સ પ્રક્રીયાનો આરંભ થવા પામ્યો હતો. આજ રોજ સવારના ૧૧ વાગ્યાથી જ ગાંધીધામ મનપામાં સંભવત દાવેદારોને પ્રદેશ નિરિક્ષકશ્રીઓએ સાંભળવાનો દોર હાથ ધર્યો હતો. આજ રોજ યોજાયેલી આસેન્સ પ્રક્રીયામાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેવા ધસારો જોવા મળી આવ્યો હતો.પ્રદેશ નિરિક્ષકશ્રીઓ કૌશિકભાઈ વેકરીયા(મંત્રીશ્રી, ગુજરાત રાજય), અશોકભાઈ પટેલ(પૂર્વ જિલ્લા પ્રભારીશ્રી ભરૂચ), ભાવનાબેન નાયક(શહેર ઉપપ્રમુખ કર્ણાવતી) દ્વારા ઉમેદવારોને સાંભળવાનો દૌર હાથ ધરવામા આવ્યો હતો. આ વેળાએ જિલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. તો વળી સ્થાનિકે વિકાસભાઈ રાજગોર, ઉમેશભાઈ સોની તથા આણંદભાઈ માતા દ્વારા વ્યવસ્થાઓ સંભાળવામાં આવી હતી.

Comments