ગાંધીધામમાં ગવલાના દારૂના અડ્ડાઓ કેમ ધમધમ્યા બેફામ? કયા ભ્રષ્ટ ખાખીધારીના ૪ હાથ : ઉચ્ચ અધિકારી કરે તપાસ
ખાટલે મોટી ખોટ : ખરેખર ગવલાને જો દારૂની છુટ મળી હોય, તો તે કોણે આપી હતી? કયા ભ્રષ્ટ ખાખીધારીએ ગવલાને દારૂના ઠેકાઓ લઈ આપ્યા હતા? સહિતના મામલે ઉંડાણપૂર્વક થવી જોઈએ તપાસ
ગાંધીધામમાં તથા ગઢશીશા સુધીના વિસ્તારોમાં સત્તાવાર રીતે ગવલાનો દારૂની હેરફેરમાં પોલીસ ચોપડે ચડયું નામ : નાની નાની ગાડીઓમાં ગવલો દારૂના ધુમ કટીંગ કરતો જ રહ્યો હોવાની છે ચકચાર : પ૦ પેટીની મંજુરી ગવલાને મળી હતી તેની સામે રપ૦ પેટીઓનાઆડેધડ ધુમ કટીંગ કરતો હોવાની છે ચકચાર
સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ મોટાભાગના મુખ્ય પોઈન્ટ બંધ-ઠપ્પ જ થઈ ગયા હતા પરંતુ ગવલાનો દારૂ બંધ જ ન રહ્યો હોવાની છે ચર્ચા : ત્રણ દિવસ પહેલાં ૨૫૦ પેટીની કટીંગ, ગઢસીસા સહિત બે સ્થળે કેસ નોંધાવા કહી શકાય લાલબત્તી
ગાંધીધામ : પૂર્વ્ કચ્છમાં એસપીશ્રી સાગર બાગમારની કડકાઈના પગલે દારૂના ખુલ્લેઆમ ધમધમતા હાટડાઓ તો બંધ જ થવા પામી ગયા છે, તેમ છતા ગવલાનો દારૂ બિનધાસ્ત વેંચાતો રહ્યો હોય તેવી ચાડી ખાતી ઘટનાઓ હાલમાં ટુકા સમયમાં આ ગવલા સામે થયેલી જોવાઈ રહી છે. ગાંધીધામ એ અને બી ડીવીઝનમાં કેસ નોધાવવા તથા ગઢશીશામાંથી પણ ઝડપાયેલ દારૂનો જથ્થો આ જ માલ પૈકીનો હોવાનો અંદાજ આવવો એટલે ગવલાનો દારૂ ઠેર-ઠેર બિનધાસ્ત ધમધમતો હોય તેવી સ્થિતી સર્જાતી માની શકાય. તેની સામે હવે પોલીસ ચોપડે જયારે ફરીયાદ દાખલ થવા પામી છે ત્યારે જાણકારો સવાલ કરી રહ્યા છે કે બધાયના ધંધા બંધ હતા તો આ ગવલાનો દારૂ કેમ છુટથી મળતો હતો? વેંચાતો હતો? કયા ભ્રષ્ટ ખાખીધારીઓના આ ગવલા પર ચાર હાથ હતા?અહી યાદ અપાવી શકાય કે, સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઉપરાછાપરી કરોડોના દારૂ પર સફળ દરોડા પાડયા બાદ જિલ્લામાં મોટાપાયે બદલીઓ પણ થવા પામી ગઈ હતી અને તેના પગલે સ્થાનિકે દારૂના જે બિનધાસ્ત અને ખુલ્લેઆમ વેપલા થતા હતા તેના પર રોક આવી જવા પામી ગઈ હતી પરંતુ આ ગવલો છે કે તેનો દારૂ કયારે પણ બંધ જ ન થયો. જે રીતે ગાંધીધામમાં એ અને બી ડીવીઝનમાં બન્નેમાં ગવલા સામે કેસો થવા તથા ગઢશીશામાં પણ જે દારૂનો જથ્થો પકડાયો તે પણ આ ગવલાના દારૂ પૈકીનો જ હોવાનો અંદાજ આપી જવાની ઘટનાઓ સુચક છે અને લોકો કહી રહ્યા છે કે આ ઘટનાઓ પરથી જ કહી શકાય છે કે ગવલાનો દારૂ ધુમ વેંચાતો જ રહ્યો છે. પ્રબુદ્ધવર્ગ કહી રહ્યો છે કે, ગાંધીધામ અને ભુજ જેવા શહેરોમાં દારૂના કટીંગના ગેરકાયદેસર ધંધા પર અંકુશ મૂકાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. છતાં ગવલો તો વિવિધ વિસ્તારમાં દારૂના કટીંગનો ધંધો યથાવત્ ચાલતો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.માહિતી મુજબ, ત્રણ દિવસ અગાઉ લગભગ ૨૫૦ પેટી દારૂની કટીંગ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વધુમાં ગઢસીસા સહિત બે સ્થળોએ આ મામલે કેસ નોંધાયા હોવાનું પણ જાણવા મળે છે.
પકડાયેલો માલ ગોવલા પાસે મળ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવે છે અને સમગ્ર માલ એક જ સ્ત્રોતનો હોવાનું પણ માનવુ વધુ પડતુ નહી કહેવાય.સૂત્રોના જણાવ્યા મુજબ, ગોવલાને માત્ર ૫૦ પેટી દારૂની મંજૂરી આપવામાં આવી હતી.
પરંતુ હકીકતમાં ૩૦૦થી વધુ
પેટી દારૂની કટીંગ કરવામાં આવી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જો આ દાવો સાચો હોય તો આવી રીતે દારૂની પેટી માટે મંજૂરી કોણે આપી અને આ ગેરરીતિમાં કોણ-કોણ સંડોવાયેલ છે તે પ્રશ્નો ઉભા થયા છે.સ્થાનિક સ્તરે ચર્ચા છે કે નાના વાહનો મારફતે દારૂ મંગાવી તેની કટીંગ કરી વિતરણ કરવામાં આવતું હતું. પોલીસ તંત્ર અને સંબંધિત વિભાગોએ સમગ્ર મામલે નિષ્પક્ષ અને સઘન તપાસ હાથ ધરવી જરૂરી બની છે. ઉચ્ચ અધિકારીઓએ ખરેખર આ પ્રકરણમાં સંડોવાયેલા તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવા ગેરકાયદેસર ધંધાઓ પર સંપૂર્ણ અંકુશ મુકવામાં આવે તથા ગવલા જેવા દારૂના બેફામ બનેલા બુટલેગરોને શબક મળે તે મુજબની કાર્યવાહી સમયનો તકાજો બની રહ્યો છે.

Comments