ભુજ નગરપાલિકાની વેરા વસૂલાતની કામગીરી ૭ એપ્રિલ સુધી બંધ રહેશે
ભુજ - કચ્છઉદય : ભુજ નગરપાલિકા દ્વારા ગત તા.૩૧-૩-રપ સુધી નાણાંકીય વર્ષ ર૦રપ-ર૬ની વેરા વસૂલાતની કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ર૦ર૬-ર૭ની વેરા વસૂલાત, લાયન્સ તેમજ પ્રોફેશનલ ટેક્સની કામગીરી તમામ સોફટવેર અપડેશનને કારણે તા.૭-૪ સુધી બંધ રહેશે. ભુજ નગરપાલિકા દ્વારા વેરા ભરાવવાની તારીખ સમાચાર પત્ર દ્વારા જાણ કરવામાં આવશે, જેની શહેરીજનોએ નોંધ લેવા જણાવાયું છે.
---------

Comments