Trending News
સ્થાનિક સમાચાર

ચેક પરત ફરવાના કેસમાં મોટા કાદિયાના ઈસમને છ માસની સાદી કેદ 

02 April



નખત્રાણા - કચ્છઉદય : ચેક પરત ફરવાના કેસમાં મોટા કાદિયાના ઈસમને છ માસની સાદી કેદ અને વળતર ચુકવવા હુકમ કરવામાં આવ્યો હતો. કેસની વિગત મુજબ ટોડિયાના ફરિયાદી દિપુભા કેશુભા આમરે કાદિયા મોટાના નવીનભાઈ દાનાભાઈ સોલંકીને હાથ ઉછીના રૂપિયા પ૦ હજાર આપેલ હતા, તે વખતે આરોપીએ બેંક ઓફ બરોડા કોટડા (જ.) શાખાનો ચેક આપેલ હતો. ફરિયાદીએ ચેક ખાતામાં નાખતા પરત થયો હતો, જેથી ફરિયાદીએ નખત્રાણા કોર્ટમાં ખાનગી ફરિયાદ નોધાવતાં કાયદો અને આધારો ચકાસી નખત્રાણાના અધિક ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટે કાદિયા મોટાના આરોપી નવીનભાઈ દાનાભાઈ સોલંકીને નેગોશીયેબલ ઈન્સ્ટુમેન્ટ ધારા હેઠળ તકસીરવાન ઠેરવીને છ માસની કેદ અને રૂપિયા પ૦ હજાર ફરિયાદીને વળતર તરીકે ચુકવી આપવા હુકમ કર્યો હતો. ફરિયાદી પક્ષે ધારાશાસ્ત્રી ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજાએ હાજર રહી દલિલો કરી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM