Trending News
સ્થાનિક સમાચાર

ભુજ-ભીમાસર રોડ પર ઠેકેદારની બેદરકારીથી સાપેડા પાસે સવારે ભયાનક અકસ્માત સર્જાયો

02 April

કચ્છઉદયના અહેવાલને તત્કાળ સમર્થન



નેશનલ હાઈવે ઓથોરીટીએ આવા વળાંકો પર કે કામમાં ઠેકેદારથી સેફટી મેજર્સના લેવાડાવા જોઈએ કડક પગલા, સોપડા વાળા કામને હજુય ઝડપથી આગળ નહી વધારાય તો મોટા અકસ્માતો સર્જાતા વાર નહી થાય

સાપેડા પાસે બાય પાસ રોડ વન-વે બનાવી દેતા સામેથી આવતી બાઈકને ભુજ તરફથી આવતી ઈકો ગાડીએ સાપેડા તરફ વળતા વળાંકમાં જોરદાર ટકકર મારી અને હવામાં ઉછાળતા બાઈક ચાલક કયાંય જઈને ફંગોળાયો : માથા-પગમાં થઈ ગંભીર ઈજાઓ



ગાંધીધામ : ભુજથી ભીમાસરનો માર્ગ્‌ ૧૧૦૦ કરોડના ખર્ચે બન્યો હોવાનો દાવો કરવામા આવી રહ્યો છે પરંતુ આ રોડના કામમાં અનેક પ્રકારની લીંપાપોત્તીની સમસ્યાઓ સર્જાતી જ રહે છે, ફરીયાદો ઉઠતી જ રહે છે, ઉપરાંત પણ આડેધડ ટોલની મોટા પ્રમાણમાં વસુલાત થઈ રહી છે. 
રોડ ખખડધજ પડયો છે, આ રોડ પર વાહનો વોમ્બલીંગ થઈ રહ્યા છે, આખેઆખો રોડ સુધારવાની જરૂર છે, ત્યાં માત્ર થીગડાઓ મારવામા આવી રહ્યા છે અને પ્રજાના ખીસ્સા પર મોટા પ્રમાણમાં ટોલ ટેક્ષની આડેધડ વસુલાત પણ કરવમાં આવી રહી હોવાની સ્થીતી દર્શાય છે. રતનાલ પાસે બાયપાસ રોડ દિવસો સુધી બંધ રખાતા અકસ્માતોની વણજાર સર્જાતી જ હતી હવે, સાપેડા પાસ મંથરગતીએ ચાલી રહેલા થીગડથાગડ કામના લીધે અકસ્માતો બનવાના શરૂ થવા પમાી ગયા છે.  નોધનીય છે કે, આ જ પ્લેટફોર્મ પરથી ગત રોજ અહેવાલ ઉજાગર કરાયો હતો જેમાં સાપેડા પાસે પણ વન વે બનાવી અને ઠેકેદાર દ્વારા તદન ઢીલાશનીતીથી કામ કરાઈ છે, એકબાજુ માત્ર રોડ ખુલ્લો છે, વાહનોનું ભારણ એટલું છે, ગમે ત્યારે મોટા અકસ્માતો તંત્રની ઢીલાશના લીે સર્જાશે તેવી ભીતી ગત રોજ દૃશાવાઈ હતી અને આજ રોજ સવારે ૯ઃ૪૦ના અરસામાં એક બાઈક ચાલકને એક્કો કારવાળાએ હવામાં ઉછાળીને ફંગોસી દીધો હોવાની ગંભીર ઘટના બનવા પામી છે. ઈજાગ્રસ્તને માથાના ભાગે તથા પગના ભાગે ભારે ઈજાઓ થવા પામી છે. હકીકતમાં આવા બેપરવાહ ઠેકેદારની સામે કડક રાહે કાર્યવાહી કરવી જોઈએ. કે પછી તંત્રને હજુય ઠેકેદારની બેદરકારીનોના લીધે મોટા એકસીડેન્ટ કે ઘટના બનવાની ઈંતેજારી છે?


 

Comments

COMMENT / REPLY FROM