Trending News
સ્થાનિક સમાચાર

ગાંધીધામ મહાનગરપાલિકામાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનો ‘મહેરામણ’ઃ જ્ઞાતિવાર આંકડાઓમાં જોર, પણ જમીની હકીકતમાં ‘ઝીરો’!

02 April




ગાંધીધામ મનપામાં ટિકિટ મટે થનગનભુષણોના હવાતિયાં.! : અમુકને તો ભાજપ કાર્યાલય કયાં આવ્યુ તે પણ ખબર નથી.? આવા અમુક દાવેદાર ભાજપ કાર્યાલય આઠ દસ લોકોને સરનામુ પુછતા પુછતા માંડ માંડ પહોચંયા હોવાનુ ચર્ચાય છે..વિચાર તો કરો કેવી કમનસીબી કહેવાય!


ગાંધીધામ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું બ્યુગલ ફૂંકાતા જ ગાંધીધામ મહા નગરપાલિકાના જંગમાં ઝંપલાવવા માટે ભાજપના ‘મૂરતિયાઓ’માં 
અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડવા માટે દાવેદારોનો એવો તો રાફડો ફાટ્યો છે કે આંકડાઓ જોઈને નિરીક્ષકો પણ આશ્ચર્યચકિત થઈ  જશે. જોકે, આ ભીડમાં અનેક એવા ચહેરાઓ પણ છે જેમને ભાજપના કાર્યાલયનું સરનામું પણ રસ્તામાં લોકોને પૂછવું 
પડી રહ્યું છે!ગાંધીધામની પ્રથમ જ વખત મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ પ્રતિષ્ઠીત સંસ્થામાં દાવેદારી નોધાવનારાઓ પણ કેવા કેવા નીકળી પડયા છે જુઓ તો ખરા? તેની ચર્ચા ગઈકાલથી સંકુલમાં જામી છે. ફોર્મ જે ભાજપ કાર્યાલય પરથી વિતરીત થઈ રહ્યા છે તેના સરનામા પણ નથી જાણતા એવા લોકો ફોર્મ મેળવવા ફાંફા મારી રહ્યા છે? આમને જો ટિકિટ અપાઈ તો શહેરીજનોનું કેવુ ભલુ કરવામાં આવશે? તેવા પણ તર્ક રજુ કરવામા આવી રહ્યા છે.
ગાંધીધામમાં ટિકિટ માટે રજૂ થયેલી દાવેદારીમાં આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, કુલ ૩૪૪ જેટલા ઉત્સાહીઓએ ફોર્મ લેવા અને દાવેદારી નોંધાવવા દોડધામ કરી છે.



.........

તા.૧/૪/ર૪ સુધીના ફોર્મ ઉપડયાની સ્થિતી

મહિલા ઉમેદવારો (કુલ ૧૨૦)
જનરલ મહિલાઃ ૪૮
ઓબીસી (OBC ) : ૪૫
એસ.સી. (SC )ઃ ૨૫
એસ.ટી. (ST )ઃ ૦૨
પુરુષ ઉમેદવારો (કુલ ૨૨૪)
ઓબીસી (OBC)ઃ ૮૩
જનરલઃ ૭૬
એસ.સી. (SC )ઃ ૬૪
એસ.ટી. (ST)ઃ ૦૧
 .........


જનતાની સેવા સામે સવાલ

ગાંધીધામ : ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ શહેરના વિકાસની જવાબદારી વધી છે. તેવામાં જો આવા 
‘પેરાશૂટ’ ઉમેદવારો અથવા 
પક્ષના સંગઠનથી અલિપ્ત રહેતા લોકોને ટિકિટ અપાશે, તો તેઓ આગામી પાંચ વર્ષ નગરજનોની કેવી સેવા કરશે તે વિચારવા જેવી બાબત છે. માત્ર ચૂંટણી ટાણે જ સક્રિય થતા અને જ્ઞાતિના સમીકરણો પર દાવ ખેલતા આ ઉમેદવારો સામે પક્ષ કેવો અભિગમ અપનાવે છે તે જોવું રહ્યું.

........


લોકસેવા કે માત્ર હોદ્દાની ભૂખ? કાર્યાલયનું સરનામું પણ અજાણ્યું!

ગાંધીધામ : ચૂંટણી લડવા માટે થનગનતા આ સંભવિત ઉમેદવારોમાં કેવી ઘેલછા છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ઘણા દાવેદારોને ગાંધીધામ ભાજપનું કાર્યાલય ક્યાં આવ્યું છે તેની પણ ખબર નથી. ૫-૧૫ લોકોને રસ્તામાં પૂછી-
પૂછીને માંડ-માંડ ભાજપ કાર્યાલય પહોંચતા આ મૂરતિયાઓને જોઈને પક્ષના જૂના કાર્યકરોમાં પણ ચર્ચાઓ જાગી છે. જે દાવેદારો 
પક્ષના કાર્યાલયથી અજાણ હોય, તેઓ ગાંધીધામની ભૌગોલિક સ્થિતિ કે નગરજનોના પાયાના પ્રશ્નોથી કેટલા વાકેફ હશે? તે એક મોટો પ્રશ્ન છે.

..........

 

Comments

COMMENT / REPLY FROM