Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ જંગનો શંખનાદ : સરહદી જિલ્લામાં ગરમાવો : રોચક બનશે ચુંટણી!

02 April


ભાજપના માઈક્રો પ્લાનિંગ અને કોંગ્રેસની સક્રીયતા વચ્ચે ખેલાશે રસપ્રદ લડત : આમઆદમી પાર્ટી પણ રહેશે મેદાનમાં : મોંઘવારી, ઈંધણની અછત, રાંધણ ગેસ બુકીંગના પ્રશ્નો, કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં ભડકો, સિંગતેલ મોંઘુ થવુ,સિરામીક સહિતના ઉદ્યોગો ઠપ્પ થયા, પ્રજાજનો પર આર્થીક ભારણ, ભ્રષ્ટાચાર તો સામેપક્ષે સૌનો સાથ સોનો વીકાસ, મોદીજીની વિકાસ નીતી, યુદ્ધના સંકટમાં ભારતના સાર દ્રશ્યો સહિતના જનહિતના મુદાઓ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહેવાની સંભાવના

ગાંધીધામ : રાજય ચૂંટણી આયોગ દ્વારા નગરપાલીકા, મહાનગરપાલીકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા જ લાંબા સમયથી જોવાતી આતુરતાનો અંત આવ્યો છે. ચુંટણીના નગારા વાગતાની સાથે જ સરહદી જિલ્લા કચ્છમાં રાજકિય ગરમાવો વ્યાપી ગયો છે. અને વહીવટીતંત્ર સહિત રાજકીય પક્ષો એકશન મોડમાં આવી ગયા છે. ભાજપનું સંગઠનાત્મક જોર અને માઈક્રો પ્લાનીંગ ચુંટણી જાહેર થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લામાં પોતાની પકકડ મજબુત કરવા માટે સંગઠનાત્મક સ્તરે કમરકસી છે. ભાજપ દ્વારા માઈક્રો પ્લાનીંગ સાથે કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, નિરિક્ષકો, અને પ્રભારીઓને જવાબદારીઓ સોપી દેવામા અવી છે. બુથ લેવલથી લઈને જિલ્લા કક્ષા સુધીના આયોજનબદ્ધ માળખા સાથે ભાજપ મેદાનમાંં ઉતરી ચૂકયું છે. કોંગ્રેસની તૈયારીઓ અને ઉમેદવારોનો થનગનાટ સામે પક્ષો કોંગ્રેસ પણ આ વખતે પરીવર્તનના મુડ સાથે છુટીછવાઈ પ્રક્રીયાઓ દ્વારા મેદાનમાં ઉતરી છે. ચૂંટણીની જાહેરાત થતા જ બન્ને પક્ષોમા ઉમેદવારી નોધાવવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. પક્ષ તરફથી લીલીઝંડી મેળવવા માટે  સંભવિત ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ટિકિટ મેળવવા માટે રાજકીય આકાઓ પાસે લોબીંગ અને પોતાના ધોડા દોડાવવાની પ્રક્રીયાઓ અત્યારે પરાકાષ્ટા છે.આ ચૂંટણીમાં મુખ્ય મુદાઓની વાત કરીએ તો મોંઘવારી, ઈંધણ સંકટ પણ છવાશે. આ ચૂંટણીમા સ્થાનિક પ્રશ્નોની સાથે વૈશ્વીક અને આર્થિક મુદાઓ પણ ભારે અસર કરે તેવું દેખાઈ રહ્યુ છે. મિડલ ઈસ્ટમા ચાલી રહેલા મહાયુદ્ધની અસરને કારણે ઉભી થયેલી મોંઘવારી અને સામાન્ય પ્રજા પર વધતું આર્થીક ભારણ ચર્ચાનો વિષય બનવા પામી જશે. ખાસ કરીને ઈંધણની તંગી. વિદેશથી અછતને કારણે પેટ્રોલ ડિજલ માટે લાંબી લાંબી લાઈનો લોકોને લગાવી પડી હતી, ગેસ સંકટમા રોંઘણ ગેસ અને કોમર્શિયલ ગેસની અછતને લીધે સમસ્યાઓ ઉભી થવા પામી છે. સરકાર અને તંત્ર સબ સલામત હોવાનુ કહે છે પરંત ુ ગેસના બાટલાઓ નોધાવવા માટે હાલાકીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે, કોમર્શિયલ ગેસ ન મળવો અથવા તો ખુબ ઉંચા ભાવે મળતો હોવાથી કઈક ધંધા વેપારો પર મોટી અસર થવા પામી ચુકી છે.  ઈંધણ તથા કાચા માલની અછતને લીધે નાના મોટા ઉદ્યોગોને થયેલુ નુકસાન પણ આ ચુંટણીમાં કયાંક ને કયાંક ભુમિકા ભજવી જશે. આ બધીય સ્થિતીની વચ્ચે કચ્છનો જંગ રસપ્રદ બનશે તેવુ પણ મનાય છે. કચ્છની ભોગોલીક સ્થિતી અને અહીના સ્થાનીક પ્રશ્નો હમેશા રાજય કક્ષાએ ચર્ચાતા રહ્યા છે. ત્યારે આર્થિક ભારણ અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અછત વચ્ચે યોજાનારી આ ચુંટણીમાં જનતા કોના પક્ષમાં મતદાનકરશે તે જોવુ પણ રસપ્રદ બનશે. અતયારે તો સમગ્ર જિલ્લામાં ઠેર ઠેર રાજકીય ચર્ચાઓની અદાલતો ભરાઈ રહી છે. અને વહીવટી કામ આદર્શ આંચારસંહીતાના અમલ માટે પણ સજજ બની ચૂકયું છે. 


 

Comments

COMMENT / REPLY FROM