ભુજ-ખાવડા-નખત્રાણામાં આકાશી આફત વરસી
ગાંધીનગર : હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં પણ આજે સવારથી જ હવામાનમાં પલટો જોવા મળી રહ્યો હતો. દરમ્યા જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર આજ રોજ બપોરે એકથી બે વાગ્યા દરમ્યાન ભુજ તાલુકાના ખાવડા વીસ્તારમાં, નખત્રાણા પટ્ટામાં તથા અબડાસા સહિતમાં માવઠરૂપી વરસાદ વરસી જવા પામ્યો હતો. ઠેર-ઠેર પાણી વરસ્યુ છે. કમોસમી વરસાદના પગલે ખેડુતો ચિંતિત થયા છે. તેમના ઉભા મોલને નુકસાનની ભીતી દર્શાઈ રહી છે.

Comments