ચૂંટણીનો ધમધમાટ શરૂ : કચ્છ કોંગ્રેસે પ્રદેશ નિરિક્ષકોની ઉપસ્થિતિમાં ઉમેદવારોનેે સાથે રાખી સેન્સ પ્રક્રિયા આરંભી
ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા સહિતના તાલુકા અને શહેર મથકો પર સેન્સ લેવાયા
ભુજ - કચ્છઉદય : આવનારા સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે જિલ્લા મથકે ભુજ કોંગ્રેસ કાર્યાલય મધ્યે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં ગુજરાત પ્રદેશ દ્વારા મોકલી આપેલ નિરિક્ષક સંજય અમરાણી, યાસીન ગજણ તથા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે.હુંબલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા સહિતના તાલુકા અને શહેર મથકો પર સેન્સ લેવાયા હતા, જેમા યુવા, મહિલાઓ એસસી અનામત બેઠકો ઉપર ઉમેદવારો વિવિધ સીટો ઉપરથી પોતાની દાવેદારી નોંધાવી હતી. આવનારા બે દિવસ સુધી આ પ્રક્રિયા સમગ્ર કચ્છના વિવિધ તાલુકાઓમાં જઈ પ્રદેશ નિરિક્ષકો દ્વારા ઉમેદવારો પાસે થી દાવાઓ લેવામાં આવશે.
વધુમાં શ્રી હુંબલે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લડાઈ લડશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, કોંગ્રેસ રાજકીય અનુભવી સરકાર સામે લડાઈ કરી શકે તેવા સક્ષમ ઉમેદવારોને પાર્ટી ચૂંટણી લડાવશે. ખેડૂતો, નર્મદાના નીર, આરોગ્ય, શિક્ષણ, વીજપોલ ની હેરાનગતિ, મંદ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, પંચાયતોના પ્રશ્નો, કથળતી જતી કાયદો વ્યવસ્થા, કચ્છ માટે એક સરકારી સિવિલ હોસ્પિટલ, ઉચ્ચ અને મફત શિક્ષણ, નીટ - ટાટ જેવા પરીક્ષા કેન્દ્રો, માંડવી મુન્દ્રા રેલ્વે લાઈન, રેલ્વે હોસ્પિટલ, જિલ્લા સ્તરે સરકારી મેડીકલ કોલેજ, વિવિધ પ્રાયવેટ કંપનીઓ દ્વારા કરાયેલ ગૌચર દબાણ મુુદ્દે તથા હાલના તોતિંગ ભાવ કરતા કચ્છના લોકોને સસ્તી વીજળી મળી રહે તેવા અનેક મુદ્દા ઓ સાથે કોંગ્રેસ પક્ષ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડશે તેવું શ્રી હુંબલે જણાવ્યું હતું.
---

Comments