કિશોર પીંગોલ પોતાના સમર્થકો અને કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા
કચ્છ ભાજપમાં ગાબડું : પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની કિશોરભાઈને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવી આવકાર આપ્યો
ભુજ - કચ્છઉદય : રાજીવગાંધી ભવન અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાની વિશેષ ઉપસ્થિતિમાં કિશો ભાઈ પીંગોલ તેમના કાર્યકરો અને સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધીવત રીતે જોડાયા છે. શ્રી પીંગોલ અખિલ કચ્છ મહેશ્વરી સમાજ તેમજ મુન્દ્રા સ્થિત લુણગધામ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ તેમજ શૈક્ષણિક સંસ્થ ના પ્રમુખ પણ તરીકે કાર્યરત છે. શ્રી પીંગોલને આવકારતી વેળાએ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલ, પુર્વપ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજા, નિતેશ લાલણ, ભચુભાઈ આરેઠીયા, વિરમભાઈ ગઢવી, ભરત ગુપ્તા, નવીન ફફલ, મીઠુભાઈ મહેશ્વરી વિગેરે આગેવાનો સાથે જોડાયા હતા.
વી.કે. હુંબલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ વિશાળ તેમજ વિચારધારાથી સમર્પિત પાર્ટી છે. કચ્છમાં ભાજપે વારંવાર શિક્ષણ, આરોગ્ય, નર્મદાના નીર, ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગ, બેરોજગાર યુવાન જેવા કેટલાય પ્રશ્નો સામે કચ્છની જનતાને અન્યાય કર્યો છે. ખેડૂતોને વીજ કંપનીઓ મારફતે હેરાન ગતિ, નારી સુરક્ષા મુદ્દે, કથળતી જતી કાયદો વ્યવસ્થા, ઉચ્ચશિક્ષણ કોલેજો જેવા કેટલાય મુદ્દાઓને ધ્યાને લઇ કોંગ્રેસ પક્ષ જન આશીર્વાદ લઇ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ લડશે તેમજ વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, કિશોરભાઈ પીંગોલના આવવાથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી લડશે. સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ પહેલા કચ્છ ભાજપના દિગ્ગજ નેતાઓ ભાજપથી છેડો ફાડી કોંગ્રેસ પક્ષ સાથે જોડાશે તેવો દાવો કર્યો છે. કોંગ્રેસ પક્ષ પ્રજાના અવાજ માટે મજબૂતીથી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ લડશે તેમજ કચ્છના પ્રાણ પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ સરકાર સામે મજબૂતીથી લડાઈ કરશે તેવું પ્રવક્તા અંજલી ગોરની યાદીમાં જણાવ્યું હતું.
-----

Comments