ડીપીએ-કંડલાના ડ્યુટી ફ્રી શોપના ટેન્ડરમાં ગેરરીતિની આશંકા ?ઃ પાત્રતા વગરની કંપનીઓના પ્રવેશ સામે અંગુલીનીર્દેશ..!
ચેરમેનશ્રી કરે લાલઆંખ : વિજિલન્સ વિભાગ કેમ અંધારામાં.?
ખાટલે મોટી ખોટ : ડયુટી ફ્રી શોપના બીડર્સ ઓછામાં ઓછા આ કામના પાંચ વર્ષના અનુભવ ધરાવતાહોવા જોઈએ, આર્થિક સદ્વરતા દર્શાવાની હોય,
બે કરોડથી ઓછું ટર્ન ઓવર ન રહે માન્ય, કાયદાકીય રીતે કોઈ કેસ-એફઆરઆઈ થયેલ હોય તે બીડર્સને આપોઆપ રદ ગણવાનો હોય છે, પરંતુ અહી તો રપ પૈકીના મોટાભાગના પાંચ વર્ષના બીનઅનુભવી છે, ભજીયાવાળા અને નાસ્તાવાળાઓ કયાથી આ ટર્ન ઓવર લાવી શકે..? આ ઉપરાંત મુંદરામાં થોડા સમય પહેલા જ લીકર લોકલ માર્કેટમાં વેંચાણ સંદર્ભે એફઆરઆઈ થવા પામી ચુકી છે તે પણ કરી રહ્યા છે બીડ, તો વળી મીઠીરોહરમાથી એકાદ પખવાડીયા પહેલા જ પકડાયેલા બોન્ડેડ વેરહાઉીસના દારૂના કાંડવાળાઓએ પણ ટેન્ડર ભર્યુ હોવાની છે ચકચાર : અહી દેશની સલામતી વ્યવસ્થા સાથે ખીલવાડ નહી તો બીજું શું થશે?
અનુભવ અને ટર્નઓવરની શરતો દૂર કરી માનીતાઓને ફાયદો કરાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ
પોર્ટની પ્રતિષ્ઠા અને સુરક્ષાનો પ્રશ્ન : દીનદયાલ પોર્ટ દેશનું મહત્વનું અને પ્રતિષ્ઠિત પોર્ટ છે. આંતરરાષ્ટ્રીય જહાજોના ક્રૂ અને પોર્ટ યુઝર્સને અપાતી સેવાઓમાં જો બિનઅનુભવી ઓપરેટરોને સ્થાન આપવામાં આવે, તો તેની સીધી અસર પોર્ટની વૈશ્વિક પ્રતિષ્ઠા અને કાર્યક્ષમતા પર પડી શકે છે.
આ સંદર્ભે ચોકકસથી તપાસ કરાશે, કંઈ પણ અજુગતુ જણાશે તો ધોરસરની કાર્યવાહી કરવામાં આવશે : સુશીલકુમારસિંગ (ચેરમેનશ્રી ડીપીએ-કંડલા)
ડીપીએ-કંડલાના ડેપ્યુટી કન્જર્વેટર અને કસ્ટમ વિભાગની આ પ્રકારના ટેન્ડરમાં હેાય છે પ્રાથમિક જવાબદારીઓ, તો પછી ટીએમ તથા અન્યો કેમ આ ટેન્ડરને મુંદે વધારે ઉતાવળા બનતા જોવાઈ રહ્યા છે!
ગાંધીધામઃ દીનદયાલ પોર્ટ ઓથોરિટી (ડ્ઢઁછ) દ્વારા કસ્ટમ બોન્ડેડ એરિયામાં ડ્યુટી ફ્રી શોપ ચલાવવા માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડર (નંબરઃ ્હ્લ/જીૐ/ડ્ઢહ્લજી/૨૩૦૬૨૦૨૫) અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. આ ટેન્ડર પ્રક્રિયામાં અનુભવ વગરની અને અપૂરતી લાયકાત ધરાવતી કંપનીઓની ભાગીદારી સામે અનેકવિધ સવાલો સંભવીત બેડામાં ઉઠવા પામી રહ્યા છે. જો ખરેખર કોઈ ચીલ્લા ચાલુ કંપનીઓ પણ આવી બીડીંગમાં આવી જવા પામી ગઈ હોય તો એ રાષટ્રીય સુરક્ષાના વિષયને લઈને પણ મોટી ચિંતાની જ વાત કહી શકાય તેમ છે. દીનદયાલ
પોર્ટ ઓથોરિટી દ્વારા કાર્ગો અને લિક્વિડ જેટી પર ડ્યુટી ફ્રી શોપની ફાળવણી માટે બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં ગંભીર ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપ સાથે તરેહ તરેહના સવાલો ઉભા થવા પામી રહ્યા છે. કહેવાય છે કે, ટેન્ડરની શરતો એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી અમુક ચોક્કસ બિઝનેસ હાઉસને ફાયદો કરાવી શકાય.ફરિયાદમાં ટ્રાફિક મેનેજર દ્વારા બહાર પાડવામાં આવેલા ટેન્ડર (નંબરઃ ્હ્લ/જીૐ/ડ્ઢહ્લજી/૨૩૦૬૨૦૨૫, તારીખઃ ૨૩.૦૨.૨૦૨૬) સામે મુખ્ય બે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છેઃ અનુભવના માપદંડનો અભાવઃ સામાન્ય રીતે સરકારી ટેન્ડરોમાં જે-તે ક્ષેત્રનો ઓછામાં ઓછો ત્રણથીપાંચ વર્ષનો અનુભવ માંગવામાં આવે છે, પરંતુ આ ટેન્ડરમાં આવી કોઈ શરત રાખવામાં આવી ન હોવાનુ કહેવાય છે.નાણાકીય ક્ષમતાની અવગણનાઃ અરજદારની વ્યાપાર ક્ષમતા ચકાસવા માટે છેલ્લા ત્રણ વર્ષનું લઘુત્તમ ટર્નઓવર માંગવામાં આવતું હોય છે, જે આ ટેન્ડરમાં ગાયબ છે. હકીકતમાં આ અંગે ખુદ ચેરમેનશ્રી તથા કંડલા પોર્ટ વિજિલન્સ વિભાગના જવાબદાર અધિકારીશ્રીઓએ પારદર્શક રીતે તપાસ કરવાની જરૂર છે. આ મામલે તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે કે, તમામ બિડરોની પાત્રતા, અનુભવ અને લાયસન્સની સઘન તપાસ કરવામાં આવે. ફક્ત અનુભવી અને માન્ય લાયસન્સ ધરાવતી કંપનીઓને જ પસંદ કરવામાં આવે.ટેન્ડર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય અને કોઈપણ પ્રકારની ગેરરીતિ જણાય તો સુધારાત્મક પગલાં લેવામાં આવે.ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનુભવી અને લાયક ઉમેદવારોને બહાર રાખવા માટે આ
“છુપો એજન્ડા” અમલમાં મૂકાયો હોય તેવું જણાય છે. આ મામલે તાત્કાલિક વિજિલન્સ તપાસ કરી,
હાલનું ટેન્ડર રદ કરી નવેસરથી પારદર્શક પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. હવે જોવાનું એ રહેશે કે પોર્ટ પ્રશાસન આ ગંભીર રજૂઆતને ધ્યાને લઈને ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરે છે
અથવા તપાસના કેવા આદેશ આપે છે.
સમયની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે ત્વરિત હસ્તક્ષેપ કરે અને ખાતરી કરે કે કંડલા પોર્ટની ગરિમા સાથે કોઈ પણ ભોગે સમજૂતી ન થાય.
બીજીતરફ આ બાબતે ડીપીએ કંડલાના ચેરમેનશ્રી સુશીલકુમારસીગની સાથે વાતચીત કરવામા આવતા તેઓએ કહયુ હતુ કે, આ સંદર્ભે સબંધિત વિભાગથી તપાસ કરવામાં આવશે અને કંઈ પણ અજુગતુ લાગશે તો લાગળતા વળગતાઓની સામે ચોકકસથી ધોરણસરનીકાર્યવાહી હાથ ધરવામાં આવશે.
...................
બિનઅનુભવી બિડરોની ભાગીદારી
ગાંધધાીમ : ફરિયાદમાં જણાવ્યા અનુસાર, અંદાજે ૨૫ જેટલી કંપનીઓએ આ પ્રક્રિયામાં ભાગ લીધો છે. ચોંકાવનારી બાબત એ છે કે આમાંની કેટલીક કંપનીઓ
પોર્ટ કામગીરી, ડ્યુટી ફ્રી શોપ મેનેજમેન્ટ કે આંતરરાષ્ટ્રીય ક્રૂ મેમ્બર્સને સેવા આપવાનો કોઈ જ અનુભવ ધરાવતી નથી. બાંધકામ ક્ષેત્ર અને સ્થાનિક ખાદ્યપદાર્થો (નાસ્તા-ભજીયા)ના વ્યવસાય સાથે સંકળાયેલી એજન્સીઓએ પણ આ હાઈ-પ્રોફાઈલ ટેન્ડરમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે.
............
સાચું હોય તો શરમજનક કહેવાય!
ડયુટી ફ્રી શોપમાં એટલી બધી મધવાળી લાળ કઈ છે..કે..
નાણામંત્રી-ટીએમ ના ઉછળે છે નામો.!
ચેમ્બર ઓફ કોમર્સ જેવી વેપારી સંસ્થા અને તેના અમુક આગેવાનો હવે ડયુટી ફ્રી શોપની ભલામણો કરતા થઈ ગયા?
ગાંધીધામ : ડીપીએ-કંડલા પોર્ટ સરકારી પોર્ટ છે. અહી ડયુટી ફ્રી શોપ એટલે વિદેશથી આવતા જહાજના ક્રુ મેમ્બરને સસ્તામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકવાનુ પ્લેટફોર્મ. પરંતુ કયાંક ને કયાક આ સેવાના માધ્યને પણ બેનામી ધંધાઓના હબ તરીકે જોઈ અને તેમાથી પણ મોટો તગડો નફો રડી લેવાનું પોર્ટના અમુક બની બેઠેલા પ્રશાસનકારો જોઈ રહ્યા હેાય તેમ દેખાય છે. અહીના ડયુટી ફ્રી શોપના આગામી પાંચ વર્ષના કામ સોપવાના ટેન્ડરમાં શંકાઓ ઉપજાવી છે ત્યારે કહેવાય છે કે, નીતી નિયમોને ટેન્ડરનાનેવે મુકી અને આ પ્રકર્યા કરાઈ છે. રપ જેટલા બીડર્સમાં સારા નહી મારાવાળો તાલ થતો હોવાનુ મનાય છે. પોર્ટને લાગળતા વળગતા મોટા માથાઓ દ્વારા સીધા કે પરોક્ષ રીતે પોતાની માનીતી સંસ્થાને આ શોપનો પરવાનો મળી જાય તેવા પ્રયાસો, ભલામાણો તથા ટેનડરની શરતોની જોગવાઈ કરાઈ હોવાનુ મનાય છે. અને તેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, ટ્રાફિક મેનેજર ડીપીએ કંડલા, સહિતનાઓના નામો ચર્ચામાં આવી રહ્યા છે.
...................
પોર્ટ અધિકારીઓની જવાબદારીઓ
૧. ચેરમેન / ડેપ્યુટી ચેરમેન સંસ્થાના સર્વોચ્ચ વડા તરીકે અંતિમ નિર્ણય લેવાની અને નીતિગત દેખરેખ રાખવાની સત્તા. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે જોવું. ફરિયાદ મળે ત્યારે તટસ્થ તપાસના આદેશ આપી પોર્ટની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા જાળવવી.ર. ટ્રાફિક મેનેજર (ટ્રાફિક વિભાગ) ઓપરેશનલ જરૂરિયાતો નક્કી કરવી અને પોર્ટ યુઝર્સ (ક્રૂ મેમ્બર્સ) ની સુવિધા સુનિશ્ચિત કરવી. ડ્યુટી ફ્રી શોપ માટે જરૂરી લાયકાત અને અનુભવના માપદંડો સચોટ રીતે નક્કી કરવા જેથી બિનઅનુભવી એજન્સીઓ દૂર રહે. ૩. ફાઇનાન્સ વિભાગ બિડર્સની નાણાકીય ક્ષમતા અને ટેન્ડરની નાણાકીય શરતોની ચકાસણી કરવી. બિડ કરનાર કંપનીઓના છેલ્લા ૩-૫ વર્ષના ટર્નઓવર અને ઓડિટ રિપોટ્ર્સની કડક તપાસ કરવી જેથી આર્થિક રીતે સક્ષમ ઓપરેટર જ પસંદ થાય. ૪.વિજિલન્સ વિભાગ (સતર્કતા વિભાગ) ટેન્ડરિંગ પ્રક્રિયામાં કોઈ ભ્રષ્ટાચાર, પક્ષપાત કે ગેરરીતિ ન થાય તેની વોચ રાખવી. ‘ભ્રષ્ટાચાર વિરોધી માર્ગદર્શિકા’ મુજબ ટેન્ડર પ્રક્રિયાનું ઓડિટ કરવું. લાયકાત વગરના બિડર્સને સિસ્ટમમાં કેવી રીતે પ્રવેશ મળ્યો તેની તપાસ કરવી.
..........................
કસ્ટમ બોન્ડ લાયસન્સનો અભાવ
ગાંધીધામ : પોર્ટના સંવેદનશીલ એવા કસ્ટમ બોન્ડેડ એરિયામાં કાર્ય કરવા માટે ‘કસ્ટમ બોન્ડ લાયસન્સ‘ હોવું અનિવાર્ય છે. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે અનેક સહભાગી કંપનીઓ પાસે આવું કોઈ કાયદેસરનું લાયસન્સ નથી. લાયસન્સ વગરની કંપનીઓ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ કસ્ટમ નિયમોનું પાલન કેવી રીતે કરશે તે એક મોટો પ્રશ્ન છે.
....................
મુખ્ય પ્રશ્નો જે વહીવટીતંત્રને ખટકે છે?
૧.શું પોર્ટ પ્રશાસને ટેન્ડરની શરતોમાં ‘સંબંધિત અનુભવ’ ના માપદંડોને હળવા કર્યા છે? જો નહીં, તો બિનઅનુભવી એજન્સીઓ આ પ્રક્રિયામાં હિંમતભેર કેવી રીતે સામેલ થઈ શકી? ‘કસ્ટમ બોન્ડ લાયસન્સ‘ જેવી પાયાની જરૂરિયાત વિના કોઈ પણ પેઢી આટલા સંવેદનશીલ વિસ્તારમાં કામગીરી કરવાનું જોખમ કેવી રીતે લઈ શકે? ૨. પોર્ટના ચેરમેન, ટ્રાફિક મેનેજર અને વિજિલન્સ વિભાગની નૈતિક જવાબદારી બને છે કે તેઓ માત્ર ‘સૌથી ઉંચી બોલી’ લગાવનારને પ્રાધાન્ય આપવાને બદલે ‘સૌથી લાયક’ ઉમેદવારની પસંદગી કરે. ૩.ટેન્ડરિંગ પ્રક્રિયામાં જો ટેકનિકલ સ્ક્રુટિની (ટેકનિકલ તપાસ) યોગ્ય રીતે ન થાય, તો તેનાથી ભવિષ્યમાં ઓપરેશનલ નિષ્ફળતા અને કાયદાકીય ગૂંચવણો ઊભી થઈ શકે છે, જેની સીધી અસર પોર્ટની કાર્યક્ષમતા પર પડશે. ૪.દીનદયાલ પોર્ટની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે આ ટેન્ડર પ્રક્રિયામાં ‘ઝીરો ટોલરન્સ‘ ની નીતિ અપનાવવી જરૂરી છે. લોકશાહીમાં પારદર્શિતા જ સૌથી મોટું આભૂષણ છે. જો આ તબક્કે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, તો પોર્ટની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચશે એટલું જ નહીં, પણ લાયક અને પ્રામાણિક વ્યાપારીઓનો સરકારી તંત્ર પરથી વિશ્વાસ પણ ડગી જશે.
.........................
સૌથી મોટો સવાલ ? : રાષ્ટ્રના દ્વાર સમાન પોર્ટ પર સુરક્ષા અને ગુણવત્તા સાથે સમજૂતી કેમ?
ગાંધધાીમ : દીનદયાલ પોર્ટ ઓથોરિટી , જે દેશના અર્થતંત્રમાં ‘મહામૂદ્વાર’ સમાન ભૂમિકા ભજવે છે, ત્યાં ડ્યુટી ફ્રી શોપના ટેન્ડરને લઈને ઉઠેલા વિવાદે વહીવટી
પારદર્શિતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. આ માત્ર એક સામાન્ય વ્યાપારી ટેન્ડરનો વિષય નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી અને પોર્ટની સંવેદનશીલ સુરક્ષા વ્યવસ્થા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.કંડલા પોર્ટના કસ્ટમ બોન્ડેડ એરિયામાં ડ્યુટી ફ્રી શોપ ચલાવવી એ કોઈ સામાન્ય દુકાન ચલાવવા જેવી બાબત નથી. અહીં આંતરરાષ્ટ્રીય ક્રૂ મેમ્બર્સ અને જહાજો સાથે વ્યવહાર કરવાનો હોય છે, જેમાં કસ્ટમ્સના કડક કાયદા અને આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું પાલન અનિવાર્ય છે. આવા સંજોગોમાં, જ્યારે એવી વિગતો બહાર આવે છે કે આ ટેન્ડરમાં બાંધકામ ક્ષેત્રની કંપનીઓ કે સ્થાનિક નાસ્તાના વિક્રેતાઓ ભાગ લઈ રહ્યા છે, ત્યારે આશ્ચર્ય સાથે ચિંતા થવી સ્વાભાવિક છે.
......................
પોર્ટ અધિકારીઓની આ પ્રકરણમાં ફરજ
- તેમણે તેમની ફરજમાં શું તકેદારી રાખવી જોઈએ?
૧. ટેકનિકલ સ્ક્રુટિનીઃ ટેન્ડર સમિતિએ માત્ર સૌથી ઓછી કિંમત (ન્૧) કે સૌથી વધુ બોલી જોવાને બદલે, બિડરનો ભૂતકાળનો અનુભવ અને તેની કાર્યક્ષમતાને પ્રાથમિકતા આપવી જોઈએ.ર.કસ્ટમ નિયમોનું પાલનઃ ડ્યુટી ફ્રી શોપ એ અત્યંત સંવેદનશીલ વ્યવસાય છે, તેથી કસ્ટમ એક્ટ હેઠળના તમામ નિયમોનું પાલન કરનારને જ મંજૂરી આપવી જોઈએ. ૩.ફરિયાદનું નિવારણઃ અંકિત અગ્રવાલ જેવા જાગૃત નાગરિક કે બિડર દ્વારા કરવામાં આવેલી ફરિયાદનો સમયસર અને તર્કબદ્ધ જવાબ આપવો જોઈએ. ૪.બ્લેકલિસ્ટિંગઃ જો કોઈ કંપની ખોટા દસ્તાવેજો રજૂ કરીને ટેન્ડરમાં ભાગ લેતી જaણાય, તો તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવી જોઈએ.

Comments