ગાંધીધામમાં એલસીબીને ૮૦ હજારનો દારૂ મળ્યો, આરોપી નહીં
ગાંધીધામ - કચ્છઉદય : શહેરમાં એલસીબીને બાતમી મળી હતી કે, ગોવિંદ ઉર્ફે ગવલો ડાયાલાલ ચંદેએ પોતાના માણસને સ્વીફટ કાર લઈને કિડાણાના રાધેનગરમાં લક્ષ્મણગિરિ ગોવિંદગિરિ ગોસ્વામીના ઘરે દારૂ લઈને વેચાણ કરવા માટે મોકલ્યો છે. લક્ષ્મણગિરિ મોપેડથી દારૂની હેરાફેરી કરે છે. ત્યાં જઈ તપાસ કરતાં તેના ઘર પાસે સફેદ કલરની સ્વીફટ ગાડીમાંથી દારૂ ઉતર્યો હતો. પોલીસને જોઈ સ્વીફટ ગાડીનો ચાલક ભાગી ગયો હતો. કોઈ આરોપી હાજર મળ્યા ન હતા. ઘર પાસે ઉતારેલ દારૂની ૭૯,ર૦૦ની ૬૦ બોટલ કબ્જે કરવામાં આવી હતી. આ સાથે ગાંંધીધામ બી ડિવિઝન પોલીસમાંં ગુનો દાખલ
કરાવાયો છે.

Comments