પોણા બે લાખના શંકાસ્પદ ભંગાર સાથે ૩ પકડાયા
ભચાઉ - કચ્છઉદય : ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બોલેરોમાં શંકાસ્પદ ભંગાર લઈને જવાતો હોવાની બાતમીના આધારે બોલેરો નંબર જી.જે. ૧ર સીટી ૦ર૩૧ ઉભી રખાવી તેમાં રહેલ કોપરની રપ૦ કિલોની પટ્ટીઓ કિ.રૂા. ૧,૩૭,પ૦૦ તથા લોખંડનો ભંગાર ૧૭૦૦ કિલો કિ.રૂા. ૩૭,૪૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ સાથે વોંધના કૈલાસ માનસીંગ ખારોલ (મારવાડી), મનજી લખુભાઈ આહિર, થાવર સામાભાઈ રબારી પકડાયા હતા, જયારે જંગીના સહદેવ મગન મારાજ, રણજીત વિક્રમ રાઠોડ, વોંધના જીતુ દેવશી ખારોલ, ભરૂડિયા હરેશ રામાભાઈ કોલી પકડવાના બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.

Comments