Trending News
સ્થાનિક સમાચાર

કચ્છની ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી અપાશે

30 March


આ યોજના હેઠળ ખેડૂતોને તા. ૧૫ મે સુધી  ઓનલાઇન અરજી કરવા અનુરોધ

ભુજ - કચ્છઉદય : પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી આપવાની ખેડૂતલક્ષી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવામાં આવે અને તેમાં જીઓમેમ્બ્રેન ફીટ કરવામાં આવે તો ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેડૂતો ખરીફ પાક બચાવવામાં અથવા રવિ સિંચાઈમાં તેનો ઉપયોગ કરી શકે છે. ખેતતલાવડીમાં સંગ્રહિત પાણી થકી ખેડૂતો તેમના પાકને પૂરક સિંચાઈ કરી વધુ પાક ઉત્પાદન મેળવી શકશે તથા સાથોસાથ ભૂગર્ભજળમાં બચાવ પણ થશે. આ માટે રાજ્યના પાણીની અછતવાળા જિલ્લાઓમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલ ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકારી ખર્ચે ફીટ કરી લાભ આપવા માટે આ યોજના જાહેર કરવામાં આવેલી છે, જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકારના ખર્ચે ખેત તલાવડીમાં જીઓમેમ્બ્રેન ફીટ કરાવવા માટેનો લાભ મેળવવા ખેડૂત ખાતેદારે ખેત તલાવડી સ્વખર્ચે બનાવવાની રહેશે. ચાલુ વર્ષે આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ખાતેદારોએ ઓનલાઇન પોર્ટલ ખ્ત-ંટ્ઠઙ્મટ્ઠદૃટ્ઠઙ્ઘૈ. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં. ર્ખ્તદૃ.ૈહ ઉપર તા. ૧૫/૫ સુધીના સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે. આ રીતે પ્રાપ્ત થયેલ અરજીઓની ચકાસણી કરી દરેક તાલુકાદીઠ નિયત થયેલ અરજીઓની સંખ્યાની મર્યાદામાં ઓનલાઇન ડ્રો કરવામાં આવશે અને ડ્રો દરમિયાન પસંદ થયેલ અરજીઓનું ફીલ્ડ વેરિફિકેશન કર્યા પછી યોગ્ય કિસ્સાઓ માટે લાભાર્થી તરીકેનું આખરીકરણ કરવામાં આવશે. લાભાર્થી તરીકે અરજી મેળવ્યાથી ડ્રો સુધીની તમામ પ્રક્રિયા માત્ર ઓનલાઇન સ્વરૂપે જ કરવામાં આવશે અને અરજકર્તા ખેડૂતોને જીસ્જી થી ડ્રો અંગેની જાણ પણ કરવામાં આવશે તેમજ વેબસાઇટ ઉપર પણ તેઓ આ અંગેની માહિતી મેળવી શકશે.
 ઓનલાઇન અરજીમાં ખેડૂત ખાતેદારે પોતાનું નામ, પૂરું સરનામું, મોબાઈલ નંબર, ખેડૂતના આધાર કાર્ડની નકલ, ખેત તલાવડી બનાવવા માંગતા હોય તે ખેતરનો સર્વે નંબર/બ્લોક નંબર તથા વિસ્તાર તેમજ ખેતરના ૭/૧૨ તથા ૮-અ ના ઉતારાની નકલ પૂરી પાડવાની રહેશે. વધુમાં, જીઓમેમ્બ્રેન નાખવાની જરૂરિયાત ચોરસ મીટરમાં દર્શાવવાની રહેશે, જેમાં અરજદારે ખેત તલાવડીની સાઇઝને ધ્યાને લઈને તેમજ ખેત તલાવડીના મથાળે મહત્તમ ૩ મીટર પટ્ટામાં એન્કરીંગ ગણી શકાશે. આ સાથે સ્વખર્ચે ખેત તલાવડીનું ખોદાણકામ કરવા અંગે તેમજ તેની મરામત, સાફસફાઈ અને જાળવણી સ્વખર્ચે કરવા અંગેનું બાંહેધરી પત્રક અને અન્ય જરૂરી વિગતો પણ રજૂ કરવાની રહેશે. આ કામગીરીને લગતી વધુ માહિતી ખ્ત-ંટ્ઠઙ્મટ્ઠદૃટ્ઠઙ્ઘૈ. ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં. ર્ખ્તદૃ.ૈહ વેબસાઇટ પર ઉપલબ્ધ છે તેમ કાર્યપાલક ઈજનેર, કચ્છ સિંચાઈ બાંધકામ વિભાગ, ભુજ-કચ્છ દ્વારા જણાવવામાં આવ્યું છે.
-----

Comments

COMMENT / REPLY FROM