Trending News
સ્થાનિક સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બક્ષીપંચ મોરચાની વિશેષ જવાબદારી : દેવજીભાઈ વરચંદ

30 March





ભુજ મધ્યે કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની પરિચય બેઠક યોજાઈ

ભુજ-કચ્છઉદય : ભાજપ દ્વારા તાજેતર માંજ મોરચાની નવી નિમણુંકો કરવામાં આવી છે ત્યારે કચ્છ કમલમ ભુજ મધ્યે કચ્છ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની હોદેદારની પરીચય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, કચ્છ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને બક્ષીપંચ મોરચાના પ્રભારી મશરૂભાઇ રબારી, જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિતેશભાઈ ગોસ્વામી, જિલ્લા બક્ષીપંચ મહામંત્રી ખેંગારભાઈ રબારી, બકુલભાઈ ઠાકોર, મંચસ્થ રહ્યા હતા. પ્રમુખ હિતેશભાઈ ગોસ્વામીએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા.
અધ્યક્ષ સ્થાનેથી દેવજીભાઈ વરચંદએ બક્ષીપંચ મોરચાના સૌ હોદેદારને અભિનંદન પાઠવી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં બક્ષીપંચ સમાજને મળતા લાભોનું ભાથું લઇ તમામ હોદેદાર કામે લાગી જાય તેવું આહવાન કર્યું હતું. આ પ્રસંગે પ્રભારી મશરૂભાઇ રબારી સૌ કાર્યકરોને લોકો વચ્ચે જઈ. આગામી ભાજપના વિજયમાં બક્ષીપંચ સમાજની મહત્વનો ફાળો રહે તેવી હાકલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા બક્ષીપંચ મોરચાના હોદેદાર ઉપપ્રમુખ દીપકભાઇ ડાંગર, હરીશભાઈ આહીર, જયેશદાન ગઢવી, આંબાભાઈ રબારી, રમેશભાઈ મશુરિયા, જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી નારણભાઇ ગઢવી, જયંતીભાઈ દાતણીયા, મહેશભાઈ વાળંદ, ચેતનભાઈ ઝાલા, હેમન્તભાઈ ગજ્જર, કોષાધ્યક્ષી યોગેશભાઈ જાદવ, કાર્યાલય મંત્રી અરવિંદભાઈ આહીર, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હિરેનગીરી ગોસ્વામી તથા મંડલના પ્રમુખ પુનિતભાઈ ગોસ્વામી, મુકેશભાઈ રાંણવા, નિલયભાઈ ગોસ્વામી, વિરમભાઇ ગઢવી, વિજયભાઈ પરમાર, પાલુભાઈ ગિલવા, દિનેશભાઇ પરમાર, મહેશભાઈ ડાંગર, ગોપાલભાઈ ચૈયા, કિશોરભાઈ વીરડા, હિતેશભાઈ ગઢવી, રામભાઈ રબારી, આશિષભાઈ દરજી અને મહામંત્રીઓ અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન ઉપપ્રમુખ દીપકભાઈ ડાંગર અને આભારવિધિ મહામંત્રી ખેંગારભાઈ રબારીએ કરી હતી.
---------

Comments

COMMENT / REPLY FROM