Trending News
સ્થાનિક સમાચાર

રાણી અબક્કા દેેવીની ૫૦૦મી જન્મજયંતિની ઉજવણી

30 March




ભુજોડીમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતૃશક્તિ વંદના અને કુંવારિકા પૂજન કાર્યક્રમની ઉજવણી કરાઈ


ભુજ - કચ્છઉદય : પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ - કચ્છ દ્વારા રાણી અબક્કા દેેવીની ૫૦૦મી જન્મજયંતિ નિમિત્તે માતૃશક્તિ વંદના કાર્યક્રમ તથા કુંવારિકા પૂજન કાર્યક્રમનું આયોજન આહિર કન્યા વિદ્યાલય ભુજોડી ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ રાણી અબક્કાના શૌર્ય, નેતૃત્વ અને અદમ્ય સંકલ્પને ઉજાગર કરવા ભુલી ગયેલા ઈતિહાસ પરથી પરદા હટાવવા પર રહ્યો હતો.
મુખ્ય અતિથિ તરીકે સી ટીમના એએસઆઈ શિતલબેન નાઈ અને રાષ્ટ્ર સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંતના બૌદ્ધિક પ્રમુખ, મહિલા સમન્વય વિભાગ સંયોજિકા કાંતાબેન નાથાણીએ પોતાના વિચારો દ્વારા માતૃશક્તિને પ્રેરણા આપી હતી. કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત કેશરિયા ખેસ અને રાણી અબક્કા દેવી, રાણી લક્ષ્મીબાઈની છબી અર્પણ કરી કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમિયાન કુશળ વહીવટકર્તા તરીકે ઇતિહાસમાં અમર બની ગયેલ વિરાંગના રાણી અબક્કાને સ્મરણાંજલિ અર્પણ કરી, તેમના પ્રેરણાદાયી જીવનચરિત્રને યાદ કરવામાં આવ્યું હતું. વકતાએ રાણી અબક્કાદેવીના અદ્વિતીય શૌર્ય અને સ્ત્રી શક્તિના પ્રતિકરૂપ તરીકે તેમની ભૂમિકાને ઉજાગર કરી હતી.સાથે કચ્છના મિઠીબાઈના કુનેહ, ભગિની નિવેદિતા અને રાણી લક્ષ્મીબાઈના જીવન પ્રસંગનો પ્રેરક પ્રસંગોનું રસપ્રદ વર્ણન કર્યું હતું. બાદમાં કુંવારિકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો, જે ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિના સન્માનનું પ્રતિકરૂપ બની રહ્યો હતો. જે સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ રહ્યું હતું. તાલુકામાંથી પોતાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૯ નારી રત્નોને કેશરીયા ખેસ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે સરકારી માધ્યમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા, સૌરાષ્ટ્ર સંભાગ સંગઠન મંત્રી રમેશભાઈ ગાગલ, સરકારી ઉ. માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અમોલભાઈ ધોળકિયા, મા. સંવર્ગ અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ જાડેજા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન હેતલબેન ગોસ્વામીએ અને આભારદર્શન મહિલા સહ સંગઠનમંત્રી કચ્છ હેમલતાબેન લોંચાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા સૌરાષ્ટ્ર સંભાગના સહ સંગઠન મંત્રી રાખીબેન રાઠોડ અને ભાવિકાબેન ત્રિપાઠી સરકારી માધ્યમિક સંવર્ગના મહિલા ઉપાધ્યક્ષ- કચ્છએ જહેમત ઉઠાવી હતી.તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ તરૂણકુમાર શાહની યાદીમાં જણાવાયું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM