Trending News
સ્થાનિક સમાચાર

દયાપર કમલેશ્વર મહાદેવ ખાતે “મન કી બાત ટિફિન કે સાથ” કાર્યક્રમ યોજાયો

30 March


દયાપર : કચ્છઉદય : લખપત તાલુકાના દયાપર ગામે સ્થિત પવિત્ર કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે લખપત તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા “મન કી બાત ટિફિન કે સાથ” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અબડાસા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
 કાર્યક્રમની શરૂઆતમાં સૌએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રસારિત “મન કી બાત” કાર્યક્રમને ધ્યાનપૂર્વક સાંભળ્યો હતો. ત્યારબાદ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા ભાજપના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો સાથે સંગઠન મજબૂતી, વિકાસના મુદ્દાઓ અને આવનારા કાર્યક્રમોની યોજના અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ધારાસભ્યએ જણાવ્યું હતું કે “મન કી બાત” માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ દેશના દરેક નાગરિકને જોડતું પ્રેરણાદાયક માધ્યમ છે. તેમણે કાર્યકરોને સમાજ સેવામાં વધુ સક્રિય બનવા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓને ગામડે ગામડે પહોંચાડવા માટે અનુરોધ કર્યો હતો. કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકારમાંથી થયેલ કામોની વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના મંત્રી રાજેશભાઈ પલણે પણ માર્ગદર્શન આપ્યું હતું અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકરોને એકજૂટ રહી કાર્ય કરવાની અપીલ કરી હતી. આગામી ૬ એપ્રિલના ભાજપના સ્થાપના દિવસ પહેલા ૫ એપ્રિલના તમામ બુથ ઉપર જઈ યુવા ભાજપની ટીમ ભાજપના જુના કાર્યકરો - આગેવાનોના ઘરે જઈ એના ઘર ઉપર ધ્વજ લગાવવાનું તેમજ તમામ બુથો ઉપર ધ્વજ અને સાહિત્ય આપવું અને ૬ એપ્રિલ એટલે ભાજપના સ્થાપના દિવસની પુરા લખપત તાલુકાના બુથો પર કાર્યક્રમ થાય એ માટે તમામે સહયોગ આપવા જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક માહોલ વચ્ચે સૌએ સહભોજન સ્વરૂપે ટિફિન સાથે સમય વિતાવ્યો હતો, જેનાથી કાર્યકરો વચ્ચે એકતા અને સ્નેહભાવ વધુ મજબૂત બન્યો હતો.
આ વેળાએ લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપતભાઈ રાજગોર, વેસલજી દાદા, જશુભા જાડેજા, રાજુભાઈ સરદાર, હઠુભા સોઢા, વિક્રમસિંહ સોઢા, દિપકભાઈ રેલોન, મોડ જાફરભાઈ, અશોકભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મહામંત્રી નીતિનભાઈ પટેલે કર્યું હતું. તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ તેમજ તાલુકા પ્રમાણે ૨૦૦ જેટલા આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
---------

Comments

COMMENT / REPLY FROM