Trending News
સ્થાનિક સમાચાર

રાજ્યના તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને બઢતીના સામુહિક આદેશ

30 March



ગાંધીનગર : રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ના તાલુકા વિકાસ અધિકારીઓની બદલી અને બઢતીના મોટા પાયે આદેશો જારી કરવામાં આવ્યા છે. આ આદેશો અંતર્ગત રાજ્યભરના કુલ ૧૦૦થી વધુ અધિકારીઓની વહીવટી હિતમાં ફેરબદલ કરવામાં આવી છે. આ બદલીના આદેશોમાં કચ્છ જિલ્લાને પણ મહત્વનું સ્થાન મળ્યું છે, જેમાં અન્ય જિલ્લાઓમાંથી અનુભવી અધિકારીઓને કચ્છના વિવિધ તાલુકાઓમાં નિયુક્ત કરવામાં આવ્યા છે.
કચ્છમાં થયેલી આ મહત્વની નિમણૂકોમાં અનિલભાઇ આર. ત્રિવેદી, જેઓ અગાઉ પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે કાર્યરત હતા, તેમની હવે મુંદરા તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. તેવી જ રીતે, સુરત જિલ્લાના ઓલપાડ ખાતે ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારી હાર્દિક એમ. ગઢવીની બદલી નખત્રાણા ખાતે કરવામાં આવી છે. ઉપરાંત પાટણ જિલ્લાના નાયબ ચીટનીશ તરીકે સેવા આપતા મયુરકાન્ત કેશવલાલ પરમારને વર્ગ-૨માં બઢતી આપીને કચ્છના માંડવી ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. જિલ્લા પંચાયત કચ્છના વિસ્તરણ અધિકારી (સહકાર) તરીકે ફરજ બજાવતા કુલદીપસિંહ રામદેવસિંહ જાડેજાને પણ વિભાગ દ્વારા બઢતી આપવામાં આવી છે અને તેમની નવી નિમણૂક પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે કરવામાં આવી છે. કચ્છ જિલ્લા પંચાયતમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા વસંતકુમાર ચંદેને લખપતના ટીડીઓ તરીકે મુકાયા છે. આ ફેરબદલથી કચ્છ જિલ્લાના વહીવટી માળખામાં નવો વેગ આવવાની શક્યતા છે.
---------- 

Comments

COMMENT / REPLY FROM