પાઈપ નેચરલ ગેસ નેટવર્કમાં રહેતા તમામ લોકોને કનેકશન મેળવી લેવા તાકીદ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના તમામ એલપીજી અને પીએનજીના લાભાર્થીઓએ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સાંપ્રત પરિસ્થિતિમાં પીએનજીના નેટવર્ક વધારવા પ્રાથમિકતા આપવામાં આવી રહેલ છે. રાજ્યમાં પીએનજીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. જે વિસ્તારમાં પાઈપ્ડ નેચરલ ગેસનું નેટવર્ક ઉપલબ્ધ હોય તે વિસ્તારમાં આવેલ તમામ પરિવારો અને ધંધાર્થીઓ / સંસ્થાઓને ડોમેસ્ટ્રીક / કોમર્શિયલ પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શન સત્વરે મેળવી લેવા અપીલ કરવામાં આવે છે. લાભાર્થીઓ નવું પીએનજી કનેક્શન તેમજ પીએનજી કનેક્શનને અનુસાંગિક તમામ માહિતી ગુજરાત ગેસ લિમિટેડની વેબસાઈટ www. gujaragas.com પરથી તેમજ ગુજરાત ગેસ લિમિટેડ મોબાઈલ એપ્લિકેશન મોબાઈલમાં ડાઉનલોડ કરીને તેમજ ગુજરાત ગેસ લિમિટેડની ભુજ ઓફિસના ટેલિફોન નં. ૦૨૮૩૨ - ૨૩૦૦૦૮ તેમજ ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૨૩ ૬૦૦૦ પર સંપર્ક સાધી મેળવી શકે છે.
ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની તા. ૧૪-૩ વાળી અધિસુચના અનુસાર પાઈપ્ડ નેચરલ ગેસ કનેક્શન અને ઘરેલું બંન્ને કનેક્શન ધરાવનાર અને માત્ર પાઈપ્ડ નેચરલ ગેસનું કનેક્શન ધરાવનાર કોઈ પણ વ્યક્તિ ઘરેલું કનેક્શન રાખી શકશે નહિ. તેમજ સિલિન્ડર રિફિલ કરાવી શકશે નહિ. જે વ્યક્તિ બંન્ને કનેક્શન ધારણ કરતાં હોય તેઓએ ઘરેલું કનેક્શન અને ગેસ સિલિન્ડર તાત્કાલિક પોતાને લાગુ પડતી ગેસ એજન્સી ખાતે પરત કરવા અપીલ કરવામાં આવે છે. બંને કનેક્શન એક સાથે ધરાવનાર લાભાર્થીઓ ઘરેલું એલપીજી કનેક્શન તેમજ સિલિન્ડર પરત નહિ કરે તો, નિયમોનુસારની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જિલ્લા પુરવઠા અઘિકારી ભુજની અખબારી યાદીમાં જણાવાયું છે.
------------

Comments