દીનદયાલ પોર્ટ ની ઐતિહાસિક સિદ્ધિ : ચેરમેન સુશીલકુમારસિંગના નેતૃત્વમાં કંડલા પોર્ટ ની વિકાસકૂચ યથાવત
મુખ્ય મુદ્દાઓ
• નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ઃ ૧૫૮.૬૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો રેકોર્ડ.
• કુશળ નેતૃત્વ : સુશીલ કુમાર સિંઘના માર્ગદર્શન હેઠળ
પારદર્શક અને ઝડપી વહીવટ.
• નવો વિક્રમ : ભારતનું સૌથી વધુ કાર્ગો હેન્ડલ કરતું અગ્રણી પોર્ટ બનવા તરફ પ્રયાણ.
ગાંધીધામ : ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલાએ ફરી એકવાર વૈશ્વિક ફલક પર પોતાની ક્ષમતા સાબિત કરી છે. ચેરમેન સુશીલ કુમાર સિંઘ અને તેમની નિષ્ણાત ટીમની દીર્ઘદ્રષ્ટિ અને સચોટ આયોજનના પરિણામે પોર્ટે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો નિર્ધારિત લક્ષ્યાંક સમય મર્યાદા પહેલા જ પૂર્ણ કરીને નવો ઇતિહાસ રચ્યો છે.
તાજેતરમાં દીનદયાલ પોર્ટ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, પોર્ટે ૧૫૮.૬૦ મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગનો કપરો લક્ષ્યાંક સફળતાપૂર્વક સિદ્ધ કર્યો છે. આ સિદ્ધિ માત્ર આંકડાકીય નથી, પરંતુ તે
પોર્ટની કાર્યક્ષમતા, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપિંગ ક્ષેત્રે વધતા વિશ્વાસનું પ્રતીક છે. “મિશન એકમ્પ્લીશ્ડ” ના નારા સાથે કંડલા પોર્ટ હવે નવા રેકોર્ડ બનાવવા તરફ મક્કમતાથી આગળ વધી
રહ્યું છે.
ચેરમેન સુશીલ કુમાર સિંઘના નેતૃત્વમાં પોર્ટના વહીવટીતંત્રમાં અનેક હકારાત્મક ફેરફારો આવ્યા છે. તાજેતરના સમયમાં કાર્ગો હેન્ડલિંગની ગતિ વધારવા માટે નવી ટેકનોલોજી અને ‘યુઝર-ડ્રિવન’ અભિગમ અપનાવવામાં આવ્યો છે. આધુનિક જેટીઓનું નિર્માણ, ઊંડા ડ્રેજિંગની કામગીરી અને લોજિસ્ટિક્સ સપ્લાય ચેઈનને વધુ સુદ્રઢ બનાવીને પોર્ટે તેની ક્ષમતામાં અનેકગણો વધારો કર્યો છે.
પ્રધાનમંત્રીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ અને ‘સાગરમાલા’ પ્રોજેક્ટના વિઝનને સાકાર કરવામાં કંડલા પોર્ટ અગ્રેસર રહ્યું છે. ગ્રીન હાઈડ્રોજન હબ તરીકે ઉભરી રહેલું આ પોર્ટ આવનારા દિવસોમાં ભારતની બ્લુ ઈકોનોમીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. ટીમ ડ્ઢઁછ ની આ સળંગ વિકાસ યાત્રા દર્શાવે છે કે યોગ્ય નેતૃત્વ અને ટીમવર્ક હોય તો કોઈપણ લક્ષ્યાંક અશક્ય નથી.

Comments