કંડલામાં પાઈપલાઈનમાં ભયાવહ આગથી ભારે દોડધામ : સુરક્ષા નિયમોના લીરેલીરા : એજીસ કંપનીની બેદરકારી !
બારૂદના ઢેર પર બેઠેલ ગાંધીધામ-કંડલા સંકુલ માટે લાલબત્તીરૂપ ઘટના
એજીસ કંપની પાસેની કોઈ પાઈપલાઈનમાં એકાએક ભભુકેલી ભયાવહ આગથી તંત્રમાં નાશભાગ : ફાયર ફાઈટર, ફાયર સેફટીના નિયમોનું ઉલ્લંઘન થયુ કે કેમ?
આ બાબતે ચોકકસથી ટીમ મારફતે તપાસ કરાવીશુ, સુરક્ષા મામલે જરા સહેજ પણ અધુરાશો નહી ચલાવાય : શ્રી ચૌધરી (ડે.કલેકટર અંજાર)
કેમીકલ, ગેસ, ઓઈલની પાઈપલાઈનો જ આગવાળી લાઈનની બાજુંમાથી થાય છે પસાર : સદભાગ્યે મોટી હોનારત હાલતુરંત તો ટળી પરંતુ અવી આગ લાગવાની ઘટનાના મુળીયા ઉલેચવા જરૂરી
ગાંધીધામ : દેશના મહાબંદર પેકીના એક એવા દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ કંડલા બંદર પર દેશ-વિદેશથી કિમંતી અનેકવિધ કેમીકલ અને ઓઈલની આયાત કરવામા આવી રહી છે. અહી પાઈપલાઈન અને સ્ટોરેજ ટેંકમાં મોટા પ્રમાણમાં જહાજમાંથી આ કેમીકલ-ઓઈલ-ગેસ ટ્રાન્સફર કરવામાં આવતો હોય છે અને તે કામોમાં કેટલીક કપનીઓ પણ કાર્યરત છે. આ પૈકીની એક એવી એજીસ કંપની પોતાની મનમાની, મનસ્વી રીતે, માત્ર અને માત્ર નફાખોરીમાં જ રટ્ટ પડી હોય તે રીતે સુરક્ષાની સાથે બાંધછોડ કરી અને આ કાર્યવાહી કરતી હોવાની ફરીયાદો સામે આવતી રહી છે.દરમ્યાન જ મળતી વધુ વિગતો અનુસાર એજીસ કંપનીની લાપરવાહી અને બેદરકારી વધુ એક વખત આજરોજ ટીકાનુ કારણ બની છે. આજે બપોરના સમયે આ કંપનીમાં ચાલી રહેલા પાઈપલાઈન પરનાવેલ્ડીંગના કામમાં કોઈ કચાશ ગંભીર રાખવામાં આવતા થર્મોકોલમાં આગ લાગી જવા પામતા આ આગે જોતજોતામાં ભયાવહ સ્વરૂપ જ ધારણ કરી લીધું હતુ. આગના ધુમાડાના ઘોટેઘોટા ઉડવા પામ્યા હતા. પોર્ટ વિસ્તાર એટલે બારૂદના ઢગલા પર બેઠેલ વિસ્તાર છે. અહી ઝડપથી આગ લાગી જાય તેવા
અનેકવીધ મોટા મોટા કેમીકલનોના સ્ટોરેજ આવેલા છે. આવી આગની ઘટનાઓમાં એજીસ જેવી કંપનીની બેદરકારીના પગલે કયારેક મોટી હોનારત સર્જાઈ શકે છે તેવી ભીતી સેવાઈ રહી છે. આ લખાઈ રહ્યુ છે ત્યાં સુધીમા ભયાવહ આગ કાબુમાં આવવા પામી ન હતી. પ્રશાસન અને સબંધિત તંત્ર પણ આ આગને ઓલાવવા દોડધામ કરી રહ્યુ હેાવાની સ્થીતી સામે અવી હતી. હકીકતમાં આ રીતે કામો કરનાર એજીસ જેવી કંપનીઓ ડીપીએ કંડલાના ચેરમેન, ટ્રાફિક વીભાગ તથા ડીસીશ્રી સહિતનાઓ કડક પુછાણા લે તથા અંજારના નાયબ કલેકટરશ્રી પણ આ બાબતે ગંભીર બની અને આવી કંપનીને શબક શીખવાડે તે ખુબજ અનિવાર્ય બની જવા પામ્યુ છે.
ખરેખર તો આવી કંપનીઓમાં સતત એક એમ્યુબલન્સ, ફાયર બ્રીગેડ સુવિધાઓ, ફાયર સેફટી સહિતની તમામ વ્યવસ્થાઓ રાખવી ફરજીયાત જ રહેલી છે. આ આગની ઘટના બની છે ત્યારે ચોકકસથી અહી આ તમામની કચાશ રખાઈ હોવાની ચાડી જ સામે આવી રહી છે.

Comments