Trending News
સ્થાનિક સમાચાર

નખત્રાણાના શો રૂમમાં વીજ કરંટથી યુવાનનું મોત : પોલીસે ફરીયાદ ન નોંધતા આક્રોશ

29 March




પરિવારજનો અને સમાજના અગ્રણીઓ પોલીસ સ્ટેશન અને હોસ્પિટલમાં ભેગા થયા : ટ્રેકટરના શો રૂમમાં બેદરકારીથી બનાવ બન્યો હોવાનો આક્ષેપ : પોલીસે આનાકાની કરતા મામલો બિચકયો : હતભાગીના પિતા પણ હયાત નથી : મુળ ઝુરાના હાલે મથલ રહેતા હતભાગી યુવાનને ન્યાય અપાવવા માટે સમાજ મેદાને


નખત્રાણા - કચ્છઉદય : અહીં ઓસીપી માર્કેટમાં આવેલ ફાર્મ ટેકસ શો રૂમમાં નોકરી કરતા મુળ ઝુરાના હાલે મથલમાં રહેતા રર વર્ષિય કુલદીપ જયંતિભાઈ ઓઢાણાનું મોત થયું હતું. ગઈકાલે રાત્રે આ યુવાન મીકેનીકલ કામ કરતો હતો ત્યારે અકસ્માતે વીજ શોક લાગતા ઘટના સ્થળે મોત થયું હતું. પીએચસીમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બેદરકારીથી બની હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિવારજનો અને સમાજના અગ્રણીઓ હોસ્પિટલમાં અને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જયાં સુધી પોલીસ ફરીયાદ લેવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો. જવાબદારો સામે પોલીસ ફરીયાદની માંગ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ આ અકસ્માત મોતનો બનાવ છે.  એડી દાખલ થશે તે બાદ આગળની કાર્યવાહી થશે. જો કે પરિવારજનોએ માંગ અડગ રાખી પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. સમાજના અગ્રણીઓ પચાણભાઈ ઓઢાણા, રમેશભાઈ સીજુ, લક્ષ્મણભાઈ ચનેપાર સહિતના એકત્ર થયા હતા. શનિવારે સાંજે સાત વાગ્યે ટ્રેકટરના શો રૂમમાં કામ કરતી વખતે આ બનાવ બન્યો હતો. મોડી રાત સુધી પોલીસ દ્વારા ફરીયાદ લેવામાં આવી ન હતી. મૃતકના પિતા હયાત નથી અને પરિવાર પર આ ઘટનાથી આર્થિક અને માનસિક આઘાત આવી ગયો છે. આજે સવારે પણ લોકો પોલીસ સ્ટેશને એકત્ર થયા હતા. અખિલ કચ્છ શ્રી મેઘવંશી મારૂ વણકર સમાજ માકપટ વિભાગ દ્વારા પણ સમાજના લોકોને એકજુટ થઈને પીડીત પરિવારને સહાય અને ન્યાય અપાવવા અપીલ 
કરાઈ છે. 

 

Comments

COMMENT / REPLY FROM