Trending News
સ્થાનિક સમાચાર

કચ્છના વિદ્યાર્થી રાષ્ટ્રીય સ્પર્ધામાં ઝળક્યા 

28 March

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ ભારતના સૌથી મોટી સ્ટેમ ક્વિઝ ૪.૦માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી જિલ્લા અને રાજ્યનું નામ રોશન કર્યું છે.આદિપુર સ્થિત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થી રૂદ્ર મહેશ વિરવાણી અને ગાંધીધામની ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થી આમર્ષ હરીશ જૈને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા આયોજિત ક્વિઝ સ્પર્ધામાં જુનિયર કેટેગરીમાં કન્સોલેશન પ્રાઇઝ પ્રાપ્ત કર્યો છે. અગાઉ રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સ્ટેમ ક્વિઝના ઝોનલ રાઉન્ડમાં ગાંધીધામ તાલુકા કક્ષાએ વિજેતા થયેલ આ વિદ્યાર્થી સાયન્સ સિટી અમદાવાદ ખાતે યોજાયેલ ગ્રેન્ડ ફિનાલેમાં પોતાના જ્ઞાન, સમજશક્તિ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણના આધારે દેશભરના હજારો પ્રતિસ્પર્ધીઓ વચ્ચે પોતાનું સ્થાન ટોપ ૧૬માં બનાવ્યું હતું. બંન્ને વિદ્યાર્થીઓને રૂ.૨૫,૦૦૦ ઈનામ રૂપે આપવામાં આવ્યા હતા. 

Comments

COMMENT / REPLY FROM