Trending News
સ્થાનિક સમાચાર

ગુગલ મેપના સહારે મંદિર શોધીને ચોરી કરતા ગેડી અને ઉમૈયાના શખ્સો ઝડપાયા 

28 March

મોટી હમીરપર ગામે થયેલી મંદિર ચોરીનો આડેસર પોલીસે ભેદ ઉકેલી મુદામાલ કબ્જે કર્યો : મંદિરમાં શ્રીફળ વધેરવાના લોખંડના ટુકડા વડે જ તાળુ તોડીને ચોરી કરતા 

ગાંધીધામ - કચ્છઉદય : રાપર તાલુકાના મોટી હમીરપર ગામે સીમ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના અને રામદેવપીરના મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી. સેવા પૂજા કરતા મહેન્દ્રસિંહ રૂપુભા વાઘેલાએ જણાવ્યું હતું કે, ખોડિયાર મંદિરમાંથી રાત્રી દરમિયાન ૩૦ હજારના દોઢસો ગ્રામ વજનના ચાંદીના ૬ છતર, રામદેવપીર મંદિરમાંથી ૮૦ હજારના ૪૦૦ ગ્રામના ૮ છતર મળી કુલ ૧,૧૦,૧પ૦ની ચોરી કરવામાં આવી હતી. દરવાજો તોડીને અંદર ઘુસેલા શખ્સોએ ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે આડેસર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. દરમિયાન પીઆઈ વી.એ. સેંગલને બાતમી મળી કે આ ચોરીમાં ગેડી અને ઉમૈયાના શખ્સો સંડોવાયેલા છે. બંને જણા આડેસરની સણવા ચોકડી પાસે મુદામાલ લઈને ઉભા છે. અને મંદિર ચોરીનો મુદામાલ રાધનપુર બાજુ વેચવા જવાના છે, જેથી સણવા ચોકડીએથી બંનેને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ગેડીના વિરાસરવાંઢમાં રહેતા પાંચાભાઈ વિભાભાઈ કોલી અને ઉમૈયામાં રહેતા જાવેદભાઈ આદમભાઈ ઘાંચીની ધરપકડ કરી છે. આરોપી જાવેદ મોબાઈલ ફોનનો જાણકાર છે. પોતાની પાસે રહેલા મોબાઈલમાં ગુગલ મેપ મારફતે આજુબાજુ આવેલ મંદિરના લોકેશન ટ્રેસ કરી બંને આરોપી રાત્રી દરમિયાન પગે ચાલી મંદિરમાં પ્રવેશ કરી મંદિરમાં રાખેલ શ્રીફળ વધેરવાના લોખંડના અણીદાર ટુકડા વડે તાળુ તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ૧.૧૦ લાખના ચાંદીના નાના મોટા છતર તેમજ ૧.૧૩ લાખનો ચાંદી જેવી ધાતુનો નાગ, રોકડા રૂપિયા ૧૬૦ અને મોબાઈલ કબ્જે કર્યો હતો. આડેસર અને રાપરના ર ગુનાનો ભેદ ઉકેલી લેવાયો છે. ઝડપાયેલા શખ્સો સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. આ કામગીરીમાં પીઆઈ વી.એ. સેંગલ સાથે હેડ કોન્સ્ટેબલ ગાંડાભાઈ અણદાભાઈ, ચંદ્રકાન્ત ગણપતલાલ, સંજયભાઈ અણદાભાઈ, કોન્સ્ટેબલ રામગર મોહનગર, મુકેશજી તરસંગજી, છગનભાઈ સારંગભાઈ, જયંતીભાઈ જીવાભાઈ, હિરાભાઈ વસરામભાઈ વગેરે જોડાયા હતા. 


..............

રણમાં માર્ગ ભુલી ગયેલાઓનું 

રેસ્કયુ કરનાર સંકટ મોચક પોલીસ અધીકારીઓનું એસપીશ્રીએ સન્માનપત્ર આપી કર્યુ બહુમાન

હમીરપરના આગેવાનોએ એસપીશ્રીનું કર્યુ સન્માન


ગાંધીધામ : કચ્છ જિલ્લાના વિશાળ અને દુર્ગમ રણ વિસ્તારમાં બનેલી ઘટનામાં આડેસર પો.સ્ટે. વિસ્તારમાં પાલસવા ગામના રામભાઈ ભરવાડ તરા પોતાના ખેતરમા કપાસની મંજૂરી માટે મંજુરની જરૂર હોય, દાહોદ ગોધરા વિસ્તારના કુલ મજૂરો ૦૯ ને પોતાની બોલેરો પીકઅપમાં હળવદ તાલુકાના ટીઝર ગામથી થી પૂર્વ કચચ્છ જિલ્લાના રાપર તાલુકાના પલસાવા ગામે રણના શોર્ટકટ રસ્તેથી આવતા હતા, ત્યારે રાત્રે ૮-૦૦ વાગ્યાની આરસપાસ રણમાં રસ્તો ભટકી ગયેલ, બે ત્રણ કલાક ભૂખ્યા તરવા આમથી તેમ કરવા છતાં કોઈ રસ્તો મળેલ નહી જેની માહિતી આડેસર પોલીશ સ્ટાફને રાખીના દરોડ વાગ્યે વોટ્‌સએપ માહતે જાણવા મળેલ, જેથી સ્ટાફ દ્વારા પ્રથમ પલાસવા ગામના આગેવાનોનો સંપર્ક કરી તેઓના ટ્રેકટર તેમજ બોલેરો વાહન મારફતે પોલીસ ટીમે અવિત જહેમત ઉઠાવી અને રાતભર સતત કામગીરી ચાલુ રાખી હતી, વરસાદી પરિરિસ્થતિ, રતાની અરપષ્ટતા અને પોતાની ગાડી કસાઈ જવા જેવી ગંભીર અડચણી વચ્ચે પણ તેમણે અદમ્ય સાહસ અને અખૂટ હિંમત દાખવી, પોલીસ ટીમે ઉદાત્ત માનવતાવાદી અભિગમ અપનાવીને પાંચ ક્લાકથી વધુ મહેનત કરી રણમાં કસાયેલ માણસોનું સવારના ૬.૨-૩૦ વાગ્યાની આસપાસ રેસ્ક્યુ કરી રણ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવેલ બચાવાયેલા નાગરિકોની સંપૂર્ણ કાળજી લીધી તેમને સુમક્ષિત સ્થળે પહોંચાડ્યા, ખોરાક અને પાણીની વ્યવસ્થા કરી તથા તેમની માનસિક સ્થિતિને સમજતા સહાનુભૂતિપૂર્વક વ્યવહાર કર્યો આ પ્રકારની સંવેદનશીલતા અને કરુણાભર્યો અભિગમ પોલીસ તંત્ર પ્રત્યે જનમાનસમાં વિશ્વાસ અને સન્માન વધારવામાં આવેલ.આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન ગુજરાત પોલીસના મૂલ્યો “સેવા, સુરક્ષા અને શાંતિ” ને જીવંત રૂપ આપનાર એક ઉત્તમ દાખલો છે. કજપ્રતિની અડગ નિષ્ઠા, શૂરવીરતા, વ્યાવસાયિક કુપાળતા અને માનવતાભર્યા વ્યવહાર દ્વારા પોલીસ વિભાગનું ગૌરવ વધાર્યું છે અને સમાજમાં એક સકારાત્મક સંદેશ પ્રસરાવ્યો છે કે પોલીસ માત્ર કાયદાનો રક્ષક જ નહીં, પરંતુ માનવ જીવનનો સાચો સંરક્ષક પણ છે.આમ, ઉત્કૃષ્ટ અને ગૌસ્વવર્ધક કામગીરી કરવા બદલ હાદિક અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવું છું. અને ભવિષ્યમાં પણ આવી જ નિષ્ઠા અને સમર્પણ સાથે જનસેવામાં અગ્રેસર રહો તેવી શુભકામનાઓ  

Comments

COMMENT / REPLY FROM