Trending News
સ્થાનિક સમાચાર

કચ્છથી બદલી પામેલા અને નવા નિમાયેલા પીઆઈને ૩૧ માર્ચ સુધીમાં ચાર્જ સંભાળવા હુકમ

28 March

ભુજ - કચ્છ ઉદય : રાજ્યના પોલીસ વિભાગમાં તાજેતરમાં થયેલા મોટા પાયે ફેરફારો બાદ હવે બદલી પામેલા અધિકારીઓને તાત્કાલિક અસરથી હાજર થવા માટે કડક સૂચના જારી કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાંથી ૧૯ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે, જ્યારે તેમના સ્થાને નવા ૧૨ પીઆઈને નિમણૂક આપવામાં આવી છે. આ ઉપરાંત, પીએસઆઈમાંથી પીઆઈ તરીકે બઢતી પામેલા કચ્છના ૧૨ અધિકારીઓની પણ અન્યત્ર બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને નવા ૧૪ પીઆઈને મુકવામાં આવ્યા છે. પોલીસ મહાનિદેશક કચેરી દ્વારા કરવામાં આવેલા આદેશમાં સ્પષ્ટ જણાવાયું છે કે બદલી પામેલા તમામ પોલીસ  ઇન્સ્પેક્ટરોએ કોઈપણ પ્રકારની રજા ભોગવ્યા સિવાય આગામી ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં પોતાની નવી નિયુક્તિવાળી જગ્યાએ ફરજ પર હાજર થઈ જવાનું રહેશે. વહીવટી કારણોસર અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને સુદ્રઢ બનાવવાના ભાગરૂપે આ આદેશો કરવામાં આવ્યા છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અને પ્રમોશન મેળવેલા અધિકારીઓના સ્થાને હવે નવા અધિકારીઓ ચાર્જ સંભાળશે. આ સાથે જ કચ્છના પોલીસ બેડામાં મોટા પાયે નવી વ્યવસ્થા ગોઠવવાની પ્રક્રિયા તેજ બની છે.

Comments

COMMENT / REPLY FROM