આદિપુરમાં વ્યાજ વસૂલ્યા છતાં પઠાણી ઉઘરાણી કરાઈ
ગાંધીધામ : આદિપુર વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક યથાવત હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અંતરજાળ ખાતે રહેતા અને ડ્રાઈવિંગ કરી ગુજરાન ચલાવતા કિશોરભાઈ ગામોટે અંજારના માથક ગામના બધાભાઈ બવા નામના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કિશોરભાઈએ અગાઉ આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા જેની મુદ્દલ અને વ્યાજની રકમ ચૂકવી છતાં અવારનવાર પઠાણી ઉઘરાણી કરાતી હતી. આરોપીએ ફરિયાદી પાસે વધુ નાણાંની માંગણી કરી ગાળાગાળી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આદિપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Comments