Trending News
સ્થાનિક સમાચાર

ભારતની ઉર્જા સુરક્ષામાં ડીપીએ-કંડલા પોર્ટનું મહત્વપૂર્ણ યોગદાન

28 March

શાબાશ છે ટીમ ચેરમેનશ્રી સુશીલકુમારનેઃ LPG વધુ જથ્થો પહોંચ્યો

શ્રી સુશીલકુમારના નેતૃત્વમાં ઉત્તરોત્તર રેજિલિયન્સ અને રિયાબીલીટીનો પર્યાય બનતું કંડલા-ડીપીએ પોર્ટ : વાડનાર મધ્યે આ જહાજનું આગમન એ પોર્ટની વિશ્વસનીયતા-મજબુત માળખાકીય સુવિધાઓનું પ્રતિક છે : ચેરમેન સુશીલકુમારના નેતૃત્વમાં શીપ ટુ શીપના હાથ


ગાંધીધામઃ ભારતની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા અને દેશના એનર્જી સપ્લાય ચેઈનને વધુ મજબૂત બનાવવાના દિશામાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંગની કુશળતા અને પ્રશંસનીય કામગીરીના ફળસ્વરૂપે, કંડલા પોર્ટ સંચાલિત વાડીનાર ટર્મિનલ (જામનગર) ખાતે ૪૭,૦૦૦ મેટ્રિક ટન એલપીજી (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) લઈને ’સ્‌ જગ વસંત’ જહાજ આવી પહોંચ્યું છે. આ જથ્થો દેશના ઘરેલું અને ઔદ્યોગિક ઈંધણના પુરવઠાને અવિરત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.વાડીનારના એન્કરજ (મધદરિયે જહાજ લાંગરવાની જગ્યા) ખાતે આ વિશાળ જહાજમાંથી અન્ય નાના જહાજોમાં ગેસ ટ્રાન્સફર કરવાની અત્યંત જટિલ ગણાતી શિપ-ટુ-શિપ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અત્યાધુનિક પદ્ધતિ દ્વારા સમયનો બચાવ થાય છે અને પોર્ટની કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે. ચેરમેન સુશીલ કુમારના નેતૃત્વમાં ટીમ ડીપીએ એ સુનિશ્ચિત કર્યું છે કે આ સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત રીતે અને કોઈ પણ અવરોધ વગર પૂર્ણ થાય, જેથી દેશનારસોડા સુધી પહોંચતો ગેસનો પુરવઠો જળવાઈ રહે.રેઝિલિયન્સ અને રિલાયબિલિટીનો પર્યાયઃ ડીપીએ કંડલા.વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતની ઊર્જા લાઈફલાઈનને ધબકતી રાખવા માટે કંડલા પોર્ટ સતત કાર્યરત છે. વાડીનાર મધ્યે આ જહાજનું આગમન એ પોર્ટની વિશ્વસનીયતા અને મજબૂત માળખાકીય સુવિધાઓનું પ્રતીક છે. ચેરમેન સુશીલ કુમાર દ્વારા જે રીતે આ ઓપરેશનનું મોનિટરિંગ અને અમલીકરણ કરવામાં આવ્યું છે, તેની ઓટોમોબાઈલ અને એનર્જી સેક્ટરમાં ભારે પ્રશંસા થઈ રહી છે. અવિરત ઊર્જા પુરવઠા શૃંખલા જાળવી રાખીને કંડલા પોર્ટે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ભારતનું સાચું આર્થિક અને ઊર્જા પ્રવેશદ્વાર છે.

Comments

COMMENT / REPLY FROM