Trending News
સ્થાનિક સમાચાર

બાગાયતી ખેડૂતોની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલ ર.૦ ખૂલ્લું મૂકાયું

27 March



ભુજ - કચ્છઉદય :  કચ્છ જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, આગામી વર્ષ ૨૦૨૬-૨૭ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી યોજનાઓ માટે આંબા, જામફળ, કેળ, પપૈયા, નારીયેળી, ટીસ્યુ ખારેક, દાડમ, કમલમ વિગેરે જેવા ફળ પાક વાવેતર માટે અને ફળપાક પ્લાંટીંગ મટેરીયલ માટે સહાય, હાઇબ્રીડ શાકભાજી પાકોનું વાવેતર - શાકભાજી પાકો માટે ટ્રેલીઝ મંડપ સહાય, આંબા તથા લીંબુ પાક માટે જુના બગીચાઓના નવીનીકરણ, ઔષધીય અને સુગંધીત પાકો માટે સહાય, શાકભાજી અને વિવિધ ફળ પાકો માટે ક્રોપ કવર અંતર્ગત સહાય, ખેતર પરના શોર્ટીંગ ગ્રેડીંગ યુનિટ (પેક હાઉસ) ઉભા કરવા સહાય, ટુલ્સ ઇક્વીપમેંટ શોર્ટીંગ ગ્રેડીંગના સાધનો માટે સહાય, ડ્રીપ ઇરીગેશન પાણીનાં ટાંકા બનાવવા, નેટ હાઉસ - એગ્રો ટેક્સટાઇલ નેટઉસ માટે સહાય, ફળપાકોમાં પેકીંગ મટેરીયલ સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન સહાય,  સરગવાની ખેતીમાં સહાય, સ્વરોજગાર લક્ષી નર્સરી તથા મહિલા વૃતિકા સહાય, હવાઇ તથા દરીયાઇ માર્ગે નિકાસ માટે, કોલ્ડ ચેઇન મેનેજમેંટ, કાપણી તથા પ્રોસેસીંગ માટે સાધન સહાય, કૃષિ યાંત્રીકીકરણ ઘટકમાં સહાય અને બાગાયતી પાકના ક્લસ્ટરો માટે કાપણી પછી વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તીગત - ખાનગી સંસ્થા - ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન - સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા માટે સહાય વિગેરે જેવા કુલ ૯૫ ઘટક માટે સહાય મેળવવા તા.૨૭/૩ થી તા.૨૬/૪ સુધી દિન-૩૦ માટે નવીન આઇ- ખેડુત પોર્ટલ (૨.૦) ઓનલાઇન અરજી કરવા માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. 
 આ બાગાયતી સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ નવીન આઇ- ખેડુત પોર્ટલ (૨.૦) માં આપેલ યુઝર મેન્યુઅલ મુજબ ઓનલાઇન અરજી કરવા આથી જાહેર હિતમાં સુચીત કરવામાં આવે છે, જેની સર્વે ખેડુતોએ નોંધ લેવી. યોજનાની ટૂંકી વિગતો આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે તેમજ વધુ માહીતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંઃ ૩૨૦ બીજો માળ, બહુમાળી ભવન, ભુજનો સંપર્ક કરવા જણાવાયું છે.
---------

Comments

COMMENT / REPLY FROM