Trending News
સ્થાનિક સમાચાર

ભુજ ખાતે રામ નવમી મહોત્સવની થઈ પરંપરાગત ઉજવણી

27 March


ભુજ લોહાણા યુવા મંડળ દ્વારા વોકળા  ફળિયા રામ મંદિરે મહા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા

ભુજ - કચ્છઉદય : ભુજ ખાતેના વોકળા ફળિયા સ્થિત રામ મંદિર ખાતે રામ નવમીની પરંપરાગત રીતે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભુજ લોહાણા યુવા મંડળ આયોજિત આ કાર્યક્રમમાં પૂજા- અર્ચના ઉપરાંત મહાઆરતી સંપન્ન થઈ હતી.  રામ જન્મની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
રાયમંગ્યા પરિવાર (નલિયા હાલે ભુજ)ના પ્રેમીલાબેન પ્રફુલ્લભાઇ તથા હેતલબેન અંકિતભાઇનાં  સહયોગથી તમામ કાર્યક્રમો સંપન્ન થયા હતા. આ પ્રસંગે સમાજ પ્રમુખ ડો. મુકેશ ચંદે, ઉપપ્રમુખ હરેશ કતિરા, મંત્રી કમલ કારિયા, યુવા મંડળના પ્રમુખ નીલ સચદે, ઉપપ્રમુખ નમન ઠક્કર, રઘુવંશી સોશ્યલ ગ્રુપનાં જયેશ સચદે, શહેર ભાજપ પ્રમુખ મીત ઠક્કર, મહિલા મંડળના પ્રમુખ પલ્લવી ઠક્કર, ગોદાવરીબેન ઠક્કર સહિતના આગેવાનો સાથે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. એક સાદા સમારંભમાં જ્ઞાતિ મોવડીઓએ દાતા પરિવારનું સન્માન કર્યું હતું. યુવા મંડળના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી.
--------

Comments

COMMENT / REPLY FROM