Trending News
સ્થાનિક સમાચાર

કાઠડા ત્રણ રસ્તા પાસે ૧.૩ કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો

27 March



ભુજ : જિલ્લામાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ સતર્ક બની છે, ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે માંડવી - નલિયા હાઈવે પરથી એક શખ્સને નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો છે. એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન એએસઆઈ સિદ્ધરાજસિંહ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ વાઘેલાને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરાઈ હતી કાઠડા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી સાગર શાંતિલાલ મોતીવરસ (ખારવા)ને આંતરી તેની તલાશી લેતા તેની પાસેથી ૧ કિલો ૩૨૧ ગ્રામ માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે ગાંજાના આ જથ્થા સાથે ત્રણ મોબાઈલ ફોન, રોકડ રકમ, એક ટાટા ઝેસ્ટા કાર અને ડિજિટલ વજન કાંટો મળી કુલ ૪,૦૯,૩૯૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ આરોપી મૂળ માંડવીના જયનગરનો વતની છે અને હાલ મુંદરાના ખારવા ચોક વિસ્તારમાં રહેતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ માંડવી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
-------

Comments

COMMENT / REPLY FROM