Trending News
સ્થાનિક સમાચાર

જીગર છેડાના જન્મદિવસે ભુજમાં વિવિધ સેવા કાર્યો કરાયા

27 March



ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા ભાજપના યુવા આગેવાન તેમજ જૈન સમાજના અગ્રણી જાણીતા સામાજિક, રાજકીય આગેવાન, સર્વ સેવા સંઘના મુખ્ય સૂત્રધાર જીગરભાઈ તારાચંદ છેડાનો જન્મદિવસ હોતા ભુજ ખાતે વિવિધ સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. જીવદયા પ્રવૃતિ ઉપરાંત પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા અને ચકલીઘરનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ભૂંગા અને ઝુંપડાઓમાં ઠંડી છાસ આપવામાં હતી.  રાશનકીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. યુવા આગેવાન જીગરભાઈ છેડાનો જન્મદિવસે સેવા કાર્યો સાથે ઉજવાયો હતો. કાર્યમાં દર્શકભાઈ અંતાણી, રાજુલાબેન શાહ, નયનભાઈ શુક્લ, જટુભાઈ ડુડીયા, નરેન્દ્રભાઈ સ્વાદિયા, નર્મદાબેન ગામોટ, મનજીભાઈ ગામોટ, અંકિતાબેન ધોકાઈ, પૂર્વ કાઉન્સિલર ધીરેનભાઈ લાલન વગેરે સેવા કાર્યમાં જોડાયા હતા.
--------

Comments

COMMENT / REPLY FROM