ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ઔદ્યોગિક એકમો માટે ડીઝલ પુરવઠાના નિયમોમાં સુધારો
ભુજ - કચ્છઉદય : ગાંધીનગર સ્થિત અન્ન અને નાગરિક પુરવઠા નિયામક કચેરી દ્વારા રાજ્યમાં ઈંધણની સંગ્રહખોરી રોકવા અને વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા માટે મહત્વનો સુધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવા સુધારા મુજબ રાજ્યમાં કાર્યરત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને ઔદ્યોગિક એકમોને તેમની જરૂરિયાત મુજબ ડીઝલની ફાળવણી કરવા માટે કેટલીક શરતો નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત હવેથી એકમોના છેલ્લા છ મહિનાના સરેરાશ વપરાશને ધ્યાને લેવામાં આવશે. આ ઉપરાંત ડીઝલનો વપરાશ કરતા સાધનો અને કામદારોની અગાઉની તેમજ હાલની સંખ્યાના આધારે પ્રો-રેટા મુજબ જરૂરિયાત નક્કી કરાશે. ખાસ કરીને જે સાધનોને પેટ્રોલ પંપ સુધી લાવી શકાય તેમ ન હોય તેવા કિસ્સામાં જ ડીઝલ ફાળવવામાં આવશે. જે ઔદ્યોગિક એકમો પોતાનો પર્સનલ કન્ઝ્યુમર ડીઝલ પંપ ધરાવતા નથી, તેઓ જ રીટેલ આઉટલેટ પરથી ડીઝલની ખરીદી કરી શકશે. આ અંગેની જાણ તમામ કલેક્ટરશ્રીઓ અને જિલ્લા પુરવઠા અધિકારીઓને કરવામાં આવી છે.
-------

Comments