Trending News
સ્થાનિક સમાચાર

હાજીપીરના મેળામાં પાયાની સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત

27 March




અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર 

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લાના રણકાંઠે આવેલા કોમી એકતાના પ્રતીક સમાન હાજીપીર બાબાનો ઉર્ષ એટલે કે મેળો આગામી તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલના રોજ યોજાનાર છે. આ મેળામાં સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે ત્યારે યાત્રાળુઓની સુવિધા માટે પૂરતી વ્યવસ્થા કરવા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ દ્વારા કચ્છ કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સમિતિના પ્રમુખ સલીમ જત દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવો જોઈએ. આ ઉપરાંત લાખો લોકોની જનમેદનીને ધ્યાને રાખીને પીવાના પાણીનો પૂરતો પુરવઠો, અવિરત વીજ પુરવઠો અને તાત્કાલિક સારવાર માટે આરોગ્યની ટીમ સ્થળ પર હાજર રાખવા માંગ કરવામાં આવી છે.
વધુમાં સમિતિએ રજૂઆત કરી છે કે મેળામાં આવતા શ્રદ્ધાળુઓની અવરજવર માટે પૂરતા પ્રમાણમાં એસ.ટી. બસોની સુવિધા ગોઠવવામાં આવે જેથી મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે અને સરકારને પણ આવક થાય. મેળા દરમિયાન મોબાઈલ નેટવર્કની સમસ્યા સર્જાતી હોવાથી પૂરતા પ્રમાણમાં નેટવર્ક ઉપલબ્ધ કરાવવા અને હાજીપીર દરગાહની આસપાસ આવેલી કંપનીઓના ભારે વાહનોની અવરજવર તારીખ ૮ થી ૧૫ એપ્રિલ સુધી બંધ રાખવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM