Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લામાં પીએનજી નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં રહેતા પરિવારોને કનેક્શન મેળવી લેવા તંત્રની તાકીદ

27 March



પીએનજી કનેક્શન હોવા છતાં ઘરેલું એલપીજી સિલિન્ડર રાખનારાઓ સામે થશે કાયદેસરની કાર્યવાહી

ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા પુરવઠા અધિકારી એ.એસ.હાશ્મી દ્વારા જાહેર કરવામાં આવેલ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વર્તમાન સમયમાં પીએનજી નેટવર્ક વધારવાની બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રાજ્યમાં પાઈપ્ડ નેચરલ ગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી જે વિસ્તારોમાં આ સુવિધા ઉપલબ્ધ છે ત્યાંના તમામ પરિવારો, ધંધાર્થીઓ અને સંસ્થાઓને સત્વરે ડોમેસ્ટિક અથવા કોમર્શિયલ પીએનજી કનેક્શન મેળવી લેવા માટે અપીલ કરવામાં આવી છે. નવા કનેક્શન માટે લાભાર્થીઓ ગુજરાત ગેસ લિમિટેડની વેબસાઈટ અથવા મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે છે અથવા ભુજ ઓફિસના ટેલિફોન નંબર ૦૨૮૩૨-૨૩૦૦૦૮ તથા ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૨૩ ૬૦૦૦ પર સંપર્ક સાધીને જરૂરી માહિતી મેળવી શકે છે.
ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયની તાજેતરની ૧૪ માર્ચ ૨૦૨૬ની અધિસૂચના મુજબ, જે વ્યક્તિ પાસે પીએનજી કનેક્શન હોય તે ઘરેલું એલપીજી કનેક્શન રાખી શકશે નહીં. આ નિયમ અનુસાર પીએનજી અને એલપીજી બંને કનેક્શન ધરાવનાર વ્યક્તિઓ હવેથી રાંધણ ગેસના સિલિન્ડર રિફિલ કરાવી શકશે નહીં. જે ગ્રાહકો બંને પ્રકારના કનેક્શન ધરાવે છે તેમણે પોતાનું ઘરેલું એલપીજી કનેક્શન અને ગેસ સિલિન્ડર તાત્કાલિક જે તે ગેસ એજન્સી ખાતે જમા કરાવી દેવા જણાવાયું છે. જો કોઈ લાભાર્થી બંને કનેક્શન એકસાથે રાખશે અને સિલિન્ડર પરત નહીં કરે તો તેમની સામે નિયમોનુસાર કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવી છે.
------- 

Comments

COMMENT / REPLY FROM