Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ જિલ્લાના નવા પ્રભારી સચિવ તરીકે આઈએએસ રાજકુમાર બેનિવાલની નિમણૂક

27 March


ગાંધીનગર : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર અંતર્ગત કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવોની નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. આ નવા આદેશ અનુસાર કચ્છ જિલ્લાના પ્રભારી સચિવ તરીકે વરિષ્ઠ આઈએએસ અધિકારી રાજકુમાર બેનિવાલની વરણી કરવામાં આવી છે. શ્રી બેનિવાલ હાલમાં ભરૂચ ખાતે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર કંપની લિમિટેડમાં વહીવટી નિયામક તરીકે કાર્યરત છે. વહીવટી કારણોસર અને અધિકારીઓની બદલી-બઢતીને ધ્યાને રાખીને કરવામાં આવેલા આ ફેરફાર હેઠળ હવે કચ્છના વિકાસકાર્યો અને વહીવટી સંકલનની જવાબદારી શ્રી બેનિવાલ સંભાળશે.
આ નિમણૂક સાથે જ તેઓએ જિલ્લાના વિકાસશીલ તાલુકાઓના પ્રભારી તરીકે પણ વિશેષ કામગીરી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા એકસાથે અનેક જિલ્લાઓના પ્રભારી સચિવો બદલવામાં આવ્યા છે, જેમાં અમદાવાદ માટે એમ. થેન્નારસન અને બનાસકાંઠા માટે સુશ્રી પ્રવિણા ડી.કે. જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. કચ્છ જેવા સરહદી અને વ્યૂહાત્મક રીતે મહત્વના જિલ્લામાં નવા પ્રભારી સચિવની નિમણૂકથી સ્થાનિક વહીવટી પ્રક્રિયાઓમાં નવી ગતિ આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. રાજ્યપાલશ્રીના આદેશથી નાયબ સચિવ ડૉ. જયશંકર ઓધવાણી દ્વારા આ અંગેનો સત્તાવાર હુકમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
--------- 

Comments

COMMENT / REPLY FROM