સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી કરાશે
ભુજ - કચ્છઉદય : સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા તા.૨૯/૩ને રવિવારના રોજ દર વર્ષની જેમ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે ૫૧ ગામોમાં ગાયોને ઘાસ અર્પણ કરવામાં આવશે. મુખ્ય દાતા અનસન વ્રતધારી જૈન સમાજરત્ન તારાચંદભાઈ જગસીભાઈ છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઈ છેડા પરિવારે લાભ લીધો છે.
કવિઓ મહાજન ભુજ ખાતેે ૮ઃ૩૦ વાગે નવકારશી તથા ૯ કલાકે ગાડીઓને પ્રસ્થાન કરવામાં આવશે. આ પ્રસંગે ભુજ સાત સંઘના પ્રમુખ સ્મિતભાઈ ઝવેરી તથા ભુજ, માધાપર, વર્ધમાન નગર વિવિધ સંઘો, સમાજ, યુવક મંડળો, મહિલા મંડળો તથા જૈન સમાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજરી આપશે.
આ ગાડીઓ પધ્ધર, મોમાઇ ટેકરી, અજાપર, ભૂતનાથ મહાદેવ( ભુજ ), ભુજ પાંજરાપોળ, નંદી ગૌશાળા નારણપર, ઝુરા, નોખાણિયા, વ્યારા, ફોટડી, સુખપર ગૌશાળા, ચપરેડી ગૌ શાળા, બંદરા મોટા, હાજાપર, કેરા, ભુજ - હરીપર રોડ, લોરીયા, સુમારાસર શેેખ, ઢોરી, કુનરિયા, ઝુરા કેમ્પ, માધાપર નવાવાસ, કુરબાઈ, વાડાસર, ગોડપર (સરલી), ઘડા, કોટડા (ઉગમણા), સણોસરા, લેર હનુમાન ગૌશાળા, મોરજર, નથ્થરકુઈ, વિછીયા, પાયરકા, મખણા, આણંદસર, કુરબઈ, માનવ મંદિર ગૌશાળા, ભુજ પાંજરાપોળ, પ.પૂ. મહંત દીલીપ રાજા દાદા પુંજલ ધામ મોરજર ગાડીઓ મોકલવામાં આવશે.
------

Comments