Trending News
સ્થાનિક સમાચાર

તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ દ્વારા ઘાસની ૫૧ ગાડીઓ ગૌ સેવા માટે અપાઈ

27 March


પ્રભુ શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે



ભુજ - કચ્છઉદય : દર વર્ષે તેરા તુજકો અર્પણ ટ્રસ્ટ કચ્છ દ્વારા ગરમીના દિવસો શરૂ થતાની સાથે જ સમગ્ર કચ્છમાં એક પણ ગાય માતાને ઘાસની અછતનો સામનો ન કરવો પડે તેવા ઉત્તમ ઉદ્દેશ્યથી ઘાસનું વિતરણ શરૂ કરવામાં આવતું હોય છે. આ કાર્ય દર વર્ષે મુખ્ય દાતા વિનોદભાઈ પરસોત્તમભાઈ સોલંકી, કતીરા કંટ્રકશન હરીશભાઈ કતિરા, સમર્પણ મહિલા મંડળ માધાપર, જગતભાઇ વ્યાસ તેમજ અન્ય દાતાઓના સહકારથી કાર્ય કરવામાં આવ્યું હતું. 
સંસ્થાના અધ્યક્ષ હિતેશભાઈ ખંડોરે જણાવ્યું હતું કે, કચ્છ ખેતી અને પશુપાલનનો પ્રદેશ છે ત્યારે એપ્રિલ, મે, જૂન મહિનામાં ખાસ ઘાસની જરૂરિયાત હોય છે ત્યારે દાતાઓના સહકારથી દર વર્ષે રામનવમીથી વિવિધ જરૂરિયાતવાળા ગામોમાં ગૌસેવાનું કાર્ય કરવામાં આવે છે. આ સેવાકીય કાર્ય અવિરત ચાલુ રહેશે, જેમાં સહકાર આપનાર દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો
આ પાવન પ્રસંગે ઘાસની ગાડી પ્રસ્થાન માટે હિતેશભાઇ ખંડોર, દાતા પ્રભુલાલ માવજીભાઈ સોરઠિયા, નરેન્દ્રભાઈ પ્રજાપતિ, વાલાભાઈ આહીર, દાદુભા ચૌહાણ, અશ્વિનભાઈ લોદરિયા, દિલીપભાઈ કુબડીયા, દિલીપભાઈ ભીંડે, વસંતભાઈ સોની, કુલદીપસિંહ ચૌહાણ, ગિરધરસિંહ વાઘેલા, કલુભા વાઘેલા, વિજયભાઈ રાજપુત, શંભુભાઈ જરૂ, રાણાભાઇ ડાંગર, દિપકભાઈ ડાંગર, મુકેશભાઈ વાઘેલા, જીતુભાઈ મહેશ્વરી, સુરેશભાઇ ગઢવી, મહેન્દ્રભાઈ કોળી, ફતેહદાન ગઢવી, પ્રીતિબેન ભટ્ટ, તુષારીબેન વેકરીયા, કેતનભાઇ શાહ, ભુપેન્દ્રભાઈ શાહ, જગશીભાઈ મહેતા, ભાવેશભાઈ ગઢવી, દિપેશભાઈ મહેતા, યોગેન્દ્રસિંહ વસણ, શેખર જાડેજા તેમજ સમર્પણ મહિલા મંડળના બહેનો તથા જૈન સમાજ અને વિવિધ સમાજના આગેવાનો સાથે મળી અને ઘાસની ૫૧ ગાડીઓને જય શ્રી રામના નારા સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું
આ ગાડીઓ વાડાસર, સરલી, લોરીયા, સુમારાસર શેખ, કુનરિયા, મોરજર, વરલી, લેર હનુમાન ગૌશાળા, ગોડપર સેનોટેરિયમ, સુપાર્શ્વ જૈન સેવા, મખણા, નાના રેહા, ગડા, રૂદ્રાણી જાગીર, કાનપર, વિછીયા, નથ્થરકુઇ, વ્યારા, ગોડપર, સેનોટેરિયમ, હરિપર, ઝુરા, ઢોરી, ઝુરા કેમ્પ, નોખાણીયા, માધાપર નવાવાસ, કુરબાઈ, વાડાસર, ગોડપર, સુખપર ગૌશાળા, ઘડા, ભચાઉ, મુન્દ્રા, પ્રાગપર, રાપર, બિદડા, કોટડા (ઉગમણા), સણોસરા, મોરજર, બંદરા મોટા, પાયરકા, મખણા, આણંદસર, કુરબઈ, નારણપર, માનવ મંદિર ગૌશાળા, ભુજ પાંજરાપોળ, પ.પૂ. મહંત દીલીપ રાજા દાદા પુંજલ વગેરે જગ્યાએ ઘાસની ૫૧ ગાડીઓને પ્રસ્થાન કરવામાં આવ્યુંં હતું.
-------

Comments

COMMENT / REPLY FROM