યુદ્ધના સંકટ વચ્ચે કંડલા-વાડીનારથી ખુશખબર : એલપીજી ભરેલ જગવસંત જહાજ પહોચ્યું...!
ઉર્જા કટોકટીથી મળશે મોટી રાહત
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીધામ : મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે સુખદ સમાચાર આવ્યા છે. ૪૨ હજાર મેટ્રિક ટનથી વધુ એલપીજી ગેસ લઈને ‘જગ વસંત’ નામનું ટેન્કર આજે સવારે ગુજરાતના કંડલા પોર્ટ પર આવી પહોંચ્યું આ જથ્થો દેશમાં ગેસ સપ્લાયને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.કંડલા પોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ગેસનો જથ્થો ઝડપથી પહોંચાડવા માટે ‘મિડ-સી ટ્રાન્સફર’ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં સમુદ્રની વચ્ચે જ જહાજમાંથી ગેસને અન્ય સિસ્ટમ અથવા પોર્ટની સુવિધાઓ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી સમય બચે છે અને સપ્લાય ચેઈન ઝડપથી કાર્યરત થાય છે.નોંધનીય છે કે હોર્મુઝના રસ્તે અત્યારે અત્યંત મર્યાદિત દેશોને જ જહાજ લઈ જવાની મંજૂરી મળી રહી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ઈરાન સાથેના સારા સંબંધોને કારણે અત્યાર સુધીમાં ભારતના ૪ મહત્વના ઓઈલ અને ગેસ ટેન્કરો સુરક્ષિત રીતે ભારત પહોંચી શક્યા છે.
..............
અત્યાર સુધી ભારત પહોંચેલા અન્ય ટેન્કરો
• શિવાલિક (એલપીજી)ઃ ૧૬ માર્ચ - મુંદ્રા પોર્ટ
• નંદા દેવી (એલપીજી) : ૧૭ માર્ચ - કંડલા પોર્ટ
• જગ લાડકી (ક્રૂડ ઓઈલ)ઃ ૧૮ માર્ચ - મુંદ્રા પોર્ટ
• જીરીહર્ઙ્મહખ્ત (ક્રૂડ ઓઈલ)ઃ ૧૧ માર્ચ - મુંબઈ પોર્ટ
................
જગ વસંતે પાઈન ગેસ સાથે હોર્મુઝ સ્ટ્રેટ હેમખેમ કર્યુ હતુ પાર
ગાંધીધામ : પાઈન ગેસ એલપીજી ટેન્કરમાં કુલ ૨૭ ભારતીય ખલાસીઓ સવાર હતા. ટેન્કર ૨૭ થી ૨૮ માર્ચ દરમિયાન ભારતીય કિનારે પહોંચવાની અપેક્ષા હતી, જે હવે પૂરી થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટેન્કરે ઈરાની કિનારાની નજીક લારાક અને કેશ્મ ટાપુઓ વચ્ચેના માર્ગનો ઉપયોગ કરીને હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ
પાર કર્યા પછી, ઓમાનના અખાતમાં પ્રવેશતાની સાથે જ ટેન્કરને ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો દ્વારા દેખરેખ હેઠળ લેવામાં આવ્યું હતું. ટેન્કર હવે ભારતીય કિનારા તરફ આગળ વધ્યું હતું. પાઈન ગેસ સાથે, અન્ય એક જહાજ, જગ વસંતે પણ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું છે. આ બે એલપીજી ટેન્કર આશરે ૯૨,૬૧૨ મેટ્રિક ટન એલપીજીનો માલ ભારત લઈ જઈ રહ્યા છે. જહાજના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં ટેન્કર યુદ્ધગ્રસ્ત પ્રદેશમાંથી સફળતાપૂર્વક નીકળી રહ્યું છે.

Comments