Trending News
સ્થાનિક સમાચાર

સમાજના પ્રમુખ બનવાની ખેંચતાણમાં રામપરમાં પૂર્વ સરપંચના પરિવાર પર જીવલેણ હુમલો 

27 March



શિકરાના ૩૦થી વધુ લોકોએ હથિયારો સાથે રામપર ગામમાં આવી આતંક મચાવ્યો : પથ્થર વડે હુમલા સાથે હવામાં ફાયરિંગ પણ કર્યું : હત્યાના પ્રયાસ, રાયોટીંગ, હથિયારધારા સહિત ૧પ ભારેખમ કલમો હેઠળ સામખિયાળી પોલીસમાં નોંધાયો ગુનો : આરોપીઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી 

ભચાઉ - કચ્છ ઉદય : તાલુકાના રામપર ગામે જ્ઞાતિના પ્રમુખ પદની ખેંચતાણ માટે ચાલી રહેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. શિકરા ગામના ટોળાએ રામપર ગામમાં આવીને આતંક મચાવી કાયદો વ્યવસ્થાને હાથમાં લેતા હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી છે. 
આ બાબતે સામખિયાળી પોલીસ સ્ટેશનમાંથી જાણવા મળતી વિગતો મુજબ રામપર ગામના રામજીભાઈ કેશરભાઈ મણકાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટાભાઈ લગધીરભાઈને સમાજ દ્વારા પ્રમુખ બનાવવાની હિલચાલ ચાલતી હતી, જે આરોપી નારણ રવા સંઘારને મંજૂર ન હતી. આરોપી નારાણ સંઘારને પ્રમુખ બનવું હોઈ તે બાબતની અદાત રાખીને શિકરા ગામથી આરોપીઓ વાહનમાં આવ્યા અને ફરિયાદી અને તેના પરિવાર પર પથ્થરમારો કર્યો હતો. અચાનક થયેલા પથ્થરમારામાં ફરિયાદીની માતાને ઈજાઓ થઈ હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાના ઈરાદે બંદૂક, પિસ્ટલ અને રીવોલ્વર જેવા હથિયારોથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ ઉપરાંત ધારિયા, તલવાર અને લોખંડના પાઈપ જેવા જીવલેણ હથિયારોથી હુમલો કરતા નારણભાઈ મઘાભાઈ સંઘારને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તોફાની તત્વોએ વાહનોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે શિકરા ગામના નારાણ રવા સંઘાર, વિરમ નારાણ સંઘાર, કરણ વેરા સંઘાર, રામજી સના સંઘાર, રાહુલ હોથી છુછીયા, દિનેશ કાનજી સંઘાર, જિગર રામજી સંઘાર, સંજય લાખા શિણાય, કિશન રાજેશ સંઘાર, મનોજ જગા સંઘાર, પપ્પુ ઉર્ફે દેસર રણમલ સંઘાર, લાલજી ઉર્ફે ખીમજી સવા સંઘાર, લાલજી કાનજી સંઘાર, રાજેશ પપ્પુ ઉર્ફે દેસર સંઘાર, અર્જુન પપ્પુ ઉર્ફે દેસર સંઘાર, કરણ પપ્પુ ઉર્ફે દેસર સંઘાર, નવીન પેથા સિયારીયા, અલ્પેશ જગા સંઘાર, વેરા ખીમા સંઘાર, લખમણ સના સંઘાર, આનંદ સુખદેવ મણકા, ધનજી નારાણ સંઘાર, નરેન્દ્ર કાનજી સંઘાર, હિરેન નારાણ સંઘાર, મહેશ વાઘા સિયારીયા, વનરાજ વાઘા સિયારીયા, સુરેશ જગા સંઘાર, મયૂર રામજી સંઘાર તેમજ ત્રણથી ચાર અજાણ્યા ઈસમો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સામખિયાળી પોલીસે હત્યાનો પ્રયાસ, રાયોટીંગ, મારામારી, હથિયારાધારા વગેરે ૧પ જેટલી કલમો સાથે ગુનો દાખલ કર્યો છે. આ બનાવમાં ર૦ જેટલા આરોપીઓ હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે. પીઆઈ જે.એમ.ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં 
આવી છે. 

 

Comments

COMMENT / REPLY FROM